ત્રિપુરા-નાગાલેન્ડમાં ફરી BJPની ગઠબંધન સરકાર, મેઘાલયમાં ત્રિશંકુંઃ સટીક Exit Poll

નવી દિલ્હીઃ Tripura, Nagaland, Meghalaya Exit Poll: પૂર્વોત્તરના ત્રણ રાજ્ય ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની ચૂંટણી પરીણામો કેવા ફરી જવાના છે એ આમ તો 2 માર્ચે…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ Tripura, Nagaland, Meghalaya Exit Poll: પૂર્વોત્તરના ત્રણ રાજ્ય ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની ચૂંટણી પરીણામો કેવા ફરી જવાના છે એ આમ તો 2 માર્ચે પરીણામો જાહેર થતાની સાથે જ સામે આવી જ જશે. તે અસલ પરીણામો પહેલા એક્ઝિટ પોલના પરીણામો સામે આવવાના શરૂ થઈ ચુક્યા છે. આ પરીણામો ચૂંટણીની દિશાને લઈને એક મોટો સંકેત આપી શકે છે.

ત્રિપુરામાં શું કહે છે EXIT POLL
ત્રિપુરાને લઈને Axis My India અને આજતકનો ત્રિપુરાને લઈને એક્ઝિટ પોલ સામે આવ્યો છે. ત્યાં ફરી એક વખત ભાજપની સરકાર બનવાના અણસાર છે. ભાજપને 36થી 45 બેઠક, લેફ્ટ ફ્રંટ+કોંગ્રેસને 6થી 11, તિપરા મોથાને 9થી 16 બેઠકો મળી શકે છે.

દેવાના બોજ હેઠળ પરિવારને દબાવી યુવતીઓને ધંધે બેસાડવા બાબતે લોહિયાળ ધિંગાણું, જાણો કેટલા ઘાયલ

નાગાલેન્ડ અંગે શું કહે છે EXIT POLL
આ તરફ નાગાલેન્ડમમાં એક તરફ સત્તાધારી નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસ અને પીપલ્સ ફ્રંટ અલગ અલગ મેદાનમાં ઊભા છે. નાગાલેન્ડના એક્ઝિટ પોલ કહે છે કે, 25 ટકા લોકોની પહેલી પસંદ હાલની સરકાર એટલે કે સીએમ નેફ્યૂ રિઓ છે. બીજા દળના કોઈ સીએમ ફેસને 10 ટકા વોટ પણ મળતા દેખાઈ રહ્યા નથી. જે પછી એક વખત ફરી એનડીપીપી અને ભાજપના ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. પ્રચંડ બહુમત સાથે વાપસીનો સંકેત દેખાઈ રહ્યો છે. ગઠબંધનને 38થી 48 સીટ મળી શકે છે. કોંગ્રેસને 1થી 2 અને એનપીએફને 3થી 8 બેઠક મળતી હાલ તો જોવા મળી રહી છે.

ભ્રષ્ટાચારીઓનો અમૃતકાળ, પ્રજાને વિષપાન? અમદાવાદના વિવિધ બ્રિજના કામોના પોપડા કોંગ્રેસે ખોલ્યા

મેઘાલયમાં EXIT POLLમાં કોની બની સરકાર
મેઘાલયના એક્ઝિટ પોલ્સ પણ સામે આવી ચુક્યા છે. આ વખતે કોઈ પણ પાર્ટીને બહુમત મળે તેવા અણસાર જોવા મળી રહ્યા નથી. એનપીપીના ખાતામાં 18થી 24 ભાજપના ખાતામાં 4થી 8 અને કોંગ્રેસના ખાતામાં 6થી 12 બેઠકો આવી શકે છે. એટલે કે કોઈને પણ અહીં બહુમત મળી રહ્યો નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp