Gandhinagar News: ગુજરાત સરકારે 8000 કરોડ વધુ આપીને Adani પાસેથી વીજળી ખરીદી, કોંગ્રેસનો આરોપ

વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ. સરકારે અદાણી પાસેથી બમણા ભાવે વીજળી ખરીદી હોવાનો આરોપ લગાવ્યો. ગૃહની બહાર સૂત્રોચ્ચાર અને કાર્ડ બતાવી કોંગ્રેસે…

Gujarat Congress

Gujarat Congress

follow google news
  • વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ.
  • સરકારે અદાણી પાસેથી બમણા ભાવે વીજળી ખરીદી હોવાનો આરોપ લગાવ્યો.
  • ગૃહની બહાર સૂત્રોચ્ચાર અને કાર્ડ બતાવી કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો.

Congress Walkout: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. વિધાનસભાના સત્રમાં આજે ઉર્જા પેટ્રોકોમિકલ્સ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અદાણી પાસેથી ખરીદવામાં આવેલી વીજળી મુદ્દે વિપક્ષે સવાલ કર્યા હતા. જે બાદમાં ગૃહમાં વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આરોપ સાથે વોકઆઉટ કરવામાં આવ્યું હતું.

સરકારે મોંઘા ભાવે વીજળી ખરીદવાનો કર્યો સ્વીકાર

ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતા ઉર્જા મંત્રીએ ગૃહમાં અદાણી પાસેથી વધુ કિંમતે વીજળી ખરીદવાનો સ્વીકાર કર્યો હતો. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર સાથે ગૃહમાં હોબાળો મચાવીને વોકઆઉટ કર્યું હતું.

સરકારે અદાણીને 8000 કરોડ વધુ આપ્યા

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, અદાણી સાથે સરકારે રૂ. 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવાના કરાર કર્યા છે. વર્ષ 2022માં સરેરાશ યુનિટ દીઠ રૂ.7185 ચૂકવીને 610 મિલિયન યુનિટ વીજળી ખરીદી છે. 2023માં સરેરાશ યુનિટ દીઠ રૂ.5.33 રૂપિયા ચૂકવી 7425 મિલિયન યુનિટ વીજળી ખરીદી છે. સરકારે વીજળી ખરીદવામાં 2022માં અદાણીને 4315 કરોડ વધુ ચુકવ્યા છે. વર્ષ 2023માં 3950 કરોડ વધુ ચુકવ્યા છે. આમ સરકારે બે વર્ષમાં અદાણીને 8262 કરોડ રૂપિયા વધુ ચુકવ્યા છે.

તેમણે કહ્યું કે, કોઈને એક રૂપિયા આપવાનો હોય ત્યારે સરકાર ધક્કા ખવડાવે છે, પરંતુ અદાણી પાવરમાં ખેરાત કરતા હોય એમ વર્તન કરે છે. ડબલ એન્જિનની સરકારમાં અદાણીને ડબલ ભાવ આપવામાં આવે છે. 25 વર્ષનો કરાર છે, હજુ 8 વર્ષ બાકી છે ત્યારે કરારની સમીક્ષા કરવી જોઈએ.

    follow whatsapp