Gujarat Flood Update: સંસદમાં ભાજપ નેતા Ramesh Bidhuri દ્વારા અને એક પક્ષના સાંસદ માટે ધર્મને લગતી ટિપ્પણી કરી અયોગ્ય શબ્દો કહ્યા હતા જોકે તેમાં કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે. જ્યારે આ તરફ ગુજરાતમાં એવી ઘટના ઘટી છે કે, પુરથી પીડીત વ્યક્તિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને જાહેરમાં ધારાસભ્યની સામે જ ગાળો ભાંડવામાં આવી તેની સામે ગુનો નોંધાયો છે અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ ઘટના સંદર્ભે આપ પક્ષમાંથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, વિતેલી પીડાથી વ્યક્તિ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ગાળો ભાંડે તો જેલમાં ધકેલી દો છો અને એક વ્યક્તિ સંદમાં અભદ્ર ટિપ્પણી કરે તેના માટે મૌન છે.
ADVERTISEMENT
કેમ લોકો સરકાર પર થયા છે ગુસ્સે?
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ પાણી છોડાયું હતું તે ઘટના બાદ નર્મદા ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારમાં પૂર આવ્યું હતું. જેમાં ખાસ કરીને વધારે અસર જો થઈ હોય તો ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરના વિસ્તારને થઈ હતી ત્યારે આ અસર બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર ભાજપના નેતાઓ અને મંત્રીઓ જતા હતા ત્યારે તે દરમિયાન લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. કારણ કે અહીં સામે એવા આરોપો આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બર્થડેમાં પોતાને શાબાશી મળે તે માટે તંત્રએ પાણી રોકી રાખ્યું હતું અને તે જ સમયે મધ્યપ્રદેશથી ડેમમાં પાણીનો મોટો જથ્થો છોડાયો અને ભારે વરસાદ પણ થયો. જેને કારણે જેવું આ પાણી છુટ્યું કે લોકોના ઘરો, વાહનો, રોડ, બાગ બધું ડુબી ગયું. જોકે સરકારે અને તંત્રએ આ આરોપોને ફગાવ્યા છે. આ સ્થિતિ પગલે લોકો ગીન્નાયા અને ભાજપના નેતાઓ જ્યારે પણ આ વિસ્તારોમાં ગયા ત્યારે ઘણીવાર તેમને જનતાનો ગુસ્સો જોવો પડ્યો હતો. આવી જ ઘટના તે વખતે બની હતી કે ભરૂચના સ્થાનિક ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ ભરૂચના દાંડીયા બજાર વિસ્તાર માંમુલાકાતે ગયા હતા ત્યારે ભરૂચનો એક યુવાન છે એનું નામ રાજુ સાગર છે એ તેઓની મુલાકાત આવી હતી ત્યારે જે પાણી છોડાયું હતું, ગુસ્સામાં આવી પુર મુદ્દે રવિ સાગરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપ શબ્દો બોલ્યા હતા અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો ત્યારે વીડિયો વાયરલ થયાના થોડા દિવસ બાદ ભરૂચ પોલીસ છે એ જાતે ફરિયાદી બની છે. હેડ કોન્સ્ટેબલ ભાનું પ્રસાદ રામજી ફરિયાદી બન્યા અને યુવાન સામે 23 સપ્ટેમ્બર રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ધરપકડ પણ કરાઈ હતી.
RAJKOT માં ફૂડ માર્કેટનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો દટાયા, 1 મોતની આશંકા
ત્યારે આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા આવી છે ચૈતર વસાવા એ યુવાનની જે બોલ્યો હતો તે ઘટનાને લોકસભાની અંદર સાંસદ જે બીજેપીના સાંસદ જે બોલ્યા હતા. લઘુમતી સમાજના સાંસદ સામે એને લઈને તેમને ટીપ્પણી કરી છે અને તેમણે પોતાના ઓફિસિયલ એકાઉન્ટ પર ટ્વિટ કરીને આ ઘટના બાબતે કહ્યું છે કે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની આ તીખી પ્રતિકીયા આ મુદ્દે આવી છે.
શું કાયદો ફક્ત આમ જનતા માટે જ છે? ચૈતર વસાવા
ચૈતર વસાવાએ કહ્યું ગજબની તાનાશાહી છે. એક સામાન્ય વ્યક્તિ તેના પર વિતેલ આપવીતી અને વેદનાઓને કારણે મુખ્યમંત્રીને થોડું બોલી શું દીધું કે જેલમાં નાખી દીધા, જ્યારે BJPના સાંસદ દ્વારા સંસદ ભવનમાં એક સાંસદને (નીયમોને ધ્યાને લઈ શબ્દો અહીં દર્શાવી શકાશે નહીં) શબ્દ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તેના પર ભાજપીયા અને એમના ઇશારે ચાલતું તંત્ર મૌન છે.
શું કાયદો ફક્ત આમ જનતા માટે જ છે? અસરગ્રસ્તોની વેદના ભ્રષ્ટ ભાજપ શું જાણે જેનું જાય એને જ ખબર પડે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ લોકસભાની અંદર બીજેપીના દિલ્હીના સાંસદ રમેશ બીધુડી જે બીએસપી સાંસદ દાનીશ અલીને લઈ ચંદ્રયાનની ચર્ચા દરમિયાન અપશબ્દો બોલ્યા હતા લોકસભાની અંદરએ ઘટના બની હતી જેને લઇ ભરૂચમાં બનેલી ઘટના સાથે સરખાવીને વાત કરી છે. ત્યારે લાગી રહ્યું છે કે, નર્મદાના પુરને લઈને હજુ પણ અનેક વાદવિવાદો આગામી દિવસોમાં અને લોકસભાની ચૂંટણી દરમિયાન પણ જોવા મળશે એ ચોક્કસ છે.
ADVERTISEMENT