અમદાવાદ: ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. ત્યારે આજે સુરત પશ્ચિમથી ભાજપના ઉમેદવાર પુર્ણેશ મોદી ઘરે માતાજીના આશીર્વાદ લીધા હતા અને બાદમાં પત્ની સાથે ઢોલ-નગારા વગાડતા મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર જવા નીકળ્યા હતા.
ADVERTISEMENT
LIVE અપડેટ્સ:
- મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ નિલકંઠ વિદ્યાલયમાં મતદાન કર્યું
- પરેશ ધાનાણી સાઈકલ પર ગેસનો બાટલો લઈને મતદાન કરવા માટે નીકળ્યા હતા.
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં મતધિકારનો ઉપયોગ કર્યો.
- 90 વર્ષના હસમુખ લાલ શાહે લાકડીના ટેકે મતદાન મથકે પહોંચી વોટ આપ્યો.
- સુરેન્દ્રનગરમાં મતદાન કરવા ઉત્સાહ જોવા મળ્યો, સવારથી મતદાન મથકો બહાર લાંબી લાઈન લાગી.
- જૂનાગઢમાં મતદાન માટે સવારથી લાંબી લાઈનો જોવા મળી.
- જામનગરની પ્રથમ મહિલા મેયર બીના કોઠારીએ પરિવાર સાથે 8 વાગ્યે પહેલા વોટિંગ કર્યું.
- રિવાબા જાડેજા રાજકોટની આઈપી મિશન સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા.
- મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પરિવાર સાથે નવસારીમાં વોટિંગ કર્યું.
- પુર્ણેશ મોદીએ સુરતમાં મતદાન કેન્દ્રએ પહોંચીને મતદાન કર્યું હતું.
આજે 2.39 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
આજે 2.39 કરોડ મતદારો 25,430 મતદાન મથકો પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 5.74 લાખ જેટલા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
આ 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે
ADVERTISEMENT