વિપિન પ્રજાપતિ, પાટણ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી કોંગ્રેસનો ગઢ ગણાતી સિધ્ધપુર વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક વર્ષ 2012 પહેલા સીમાંકનના કારણે આ વિધાનસભામાં વાગડોદ વિધાનસભામાંથી 36 જેટલા કોંગ્રેસના ગઢ ગણાતા ગામોનું સિદ્ધપુર વિધાનસભામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ બેઠકના 8 ગામો જે ભાજપના ગઢ ગણાતા હતાએ ગામોને ઊંઝા વિધાનસભામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના કારણે સિદ્ધપુર વિધાનસભાની સીટ કોંગ્રેસનું ગઢ બની. આ બેઠક પર બલવંતસિંહ રાજપૂતે કોંગ્રેસમાંથી 2002 અને 2012 માં બે વખત જીત્યા જ્યારે ભાજપમાંથી જયનારાયણ વ્યાસ 2007માં વિજય બન્યા હતા. ગત 2017માં વિધાનસભામાં કોંગ્રેસમાંથી ઠાકોર ચેહરો ચંદનજીને ટિકટ મળી અને વિજય બન્યા ત્યારે હાલ આ બેઠકનું પ્રતિનિધિત્વ કોંગ્રેસ હસ્તક છે ત્યારે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બલવંતસિંહ રાજપૂતને ટિકિટ મળે તો ભાજપ – કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે
ADVERTISEMENT
સિદ્ધપુર વિધાનસભા બેઠક પર મુસ્લિમ અને ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે. સિધ્ધપુર વિધાનસભા બેઠકમાં કુલ 95 જેટલા ગામડાઓ આવે છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે થોડા દિવસ અગાઉ યોજાયેલ એક ખાનગી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો આવ્યા હતા. જયારે આ કાર્યક્રમમાં અલગ અલગ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. બેઠકોનો દૌર પર શરુ થયો જેમાં મુસ્લિમ સમાજ, દલિત સમાજ અને ઠાકોર સમાજને અગ્રણીઓ પણ જોડાયા હતા. સ્વાભાવિક છે કે આવા મોટી સંખ્યામાં આવેલા ગામે ગામથી લોકો વચ્ચે રાજકીય ચર્ચાઓ પર જોરમાં હતી. જેમાં આગેવાનોના જણાવ્યા મુજબ જો સિદ્ધપુર સીટ પર ભાજપને જીતવું હોય તો બલવંતસિંહ રાજપૂતને મેદાને ઉતારવા પડે. અગ્રણીઓ દ્વારા જણાવ્યા મુજબ બલવંતસિંહ રાજપુત દરેક સમાજ સાથે વર્ષોથી જોડાયેલ છે. સમાજ કાર્યોમાં પણ અને મોટા દાતા તરીકે એક સ્થાનિક ઓળખ છે. જેના કારણે ભાજપને પણ આ નેતાનો ફાયદો મળી શકે છે. આ બેઠક ઉપર વર્ષોથી ઠાકોર અને મુસ્લિમ સમાજના મતદારો હુકમનો એક્કો રહ્યો છે. જયારે રાજપુતની આ સમાજના લોકો પર સારી પકડ હોવાથી આ સિટની તસ્વીર 2022 માં ભાજપ પક્ષને મળી શકે છે. જોકે વિકાસની દૃષ્ટિએ આ વિધાનસભામાં ચંદનજી ઠાકોર દ્વારા કોઈ ખાસ કામોં કરવામાં નહિ આવતા લોકો આ વિધાનસભામાં બદલાવ ઈચ્છી રહ્યા છે.
જયારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સિદ્ધપુર વિધાનસભા સીટ પર કોને ટિકિટ આપશે એ તો સમય જ બતાવશે. પણ જયારે ચૂંટણી નજીક આવતી હોય તો દરેક સ્થાનીય નેતાઓ ટિકિટ માટે એડી ચોંટીનો જોર લગાવતા હોય છે. જયારે સી આર પાટીલ પણ અવાર નવાર યુવાનોની વાત કરતા આવ્યા છે. જયારે આવનારી વિધાનસભામાં યુવાનોને ચૂંટણી લાડવાનો મોકો મળે તે માટે 60 થી વધુ ઉંમર ધરાવતા નેતાઓના પત્તા કપાય તો નવાય નહિ. જો કે હજુ 60 વર્ષથી વધુ ઉમર ધરાવતા નેતાઓને ટિકિટ આપવી કે કાપવી તેના પર હજુ ચર્ચા વિચારણા ચાલી રહી છે
ADVERTISEMENT