ગુજરાતમાં ચૂંટણી જાહેર થતા કેજરીવાલની ગર્જના, પરિવર્તનની તૈયારી વિશે કહ્યું…

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જે મુજબ ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 8…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જે મુજબ ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 તારીખે જાહેર થશે. તેવામાં અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને ગુજરાતની જનતાને ખાસ સંદેશ આપ્યો છે. તેમણે ચૂંટણીના શંખનાદની સાથે આમ આદમી પાર્ટી ગુજરાતનો ગઢ જીતશે એવા સંકેતો આપ્યા છે.

અરવિંદ કેજરીવાલે ઉઠાવ્યો પરિવર્તનનો મુદ્દો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ અરવિંદ કેજરીવાલ એક્ટિવ થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે આ વખતની ચૂંટણીમાં ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અવશ્ય જીતશે.

કેજરીવાલની આક્રમક રણનીતિ
અરવિંદ કેજરીવાલે ગુજરાતની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર પ્રસાર કરવાનું શરૂ કર્યું હતું. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગની સાથે જનતાના પ્રાથમિક મુદ્દાઓ ઉઠાવ્યા છે. કેજરીવાલે ગેરન્ટીઓ આપી છે , જેમાં મોંઘવારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતના પ્રાથમિક મુદ્દાઓ ઉઠાવીને જનતામાં પરિવર્તનનું મોજુ લાવવા પ્રયાસો કર્યા હતા. તેવામાં હવે ગુજરાતમાં કોની સરકાર બનશે એની કમાન તો જનતાના હાથમાં જ છે. જેથી કરીને કોની સરકાર બનશે એ જંગ રસાકસી ભર્યો રહેશે.

    follow whatsapp