Gujarat Congress News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ પ્રધર્શન બાદ ફરીથી બેઠી થવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસે જિલ્લા સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં નવી ટીમ શક્તિસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પૂર્વ ધારાસભ્યો સહિતના નેતાઓને 10 જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
ટીમ શક્તિસિંહ ગોહિલમાં કોણ-કોણ?
- પ્રતાપ દૂધાત અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
- હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ
- લલિત વસોયાને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
- ભરત અમીપરા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
- ચેતનસિંહ પરમાર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
- ચંદ્રશેખર ડાભી ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
- વિનુ સોલંકી આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
- જશપાલસિંહ પઢીયાર વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
- પ્રફુલ પટેલ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
- મુકેશ પટેલ ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
AICC દ્વારા ગુજરાત કોંગ્રેસ માટે ઇલેક્શન કમિટીની રચના
AICC દ્વારા ગુજરાત કોંગ્રેસ માટે ઇલેક્શન કમિટીની પણ રચના કરવામાં આવી છે. જેમાં ઇલેક્શન કમિટીમાં 40 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ આ ઇલેક્શન કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં ધારાસભ્ય અને પૂર્વ ધારસભ્યો, પૂર્વ પ્રમખો, સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
ADVERTISEMENT