અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોએ ગુજરાતનો સત્તા તાજ મેળવવા માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂ કરી છે. જેને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સવારે કેરળમાં ભારત જોડો યાત્રાના છેલ્લા તબક્કાની શરૂઆત કરી છે. ત્યારે ગુજરાતના કોંગ્રેસના નેતા નૌસાદ સોલંકી પણ આ યાત્રાનો હિસ્સો બનવા પહોંચી ગયા છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ તેમ ગુજરાતનો રાજકીય માહોલ તૈયાર તહાઈ ચૂક્યો છે. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસ વિવિધ કાર્યક્રમો યોજી જનતા સુધી જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને 27 વર્ષ બાદ સત્તામાં આવવાના પ્રયાસો કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતા અને દસાડા બેઠકના ધારાસભ્ય નૌસાદ સોલંકી આ ભારત જોડો યાત્રાનો હિસ્સો બનવા કેરળ પહોંચી ગયા છે. આ યાત્રા કેરળના ચુંગાથરા ખાતે માર્થોમા કોલેજ જંકશનથી ફરી શરૂ થઈ હતી. લગભગ 8.6 કિમીનું અંતર કાપ્યા બાદ વાઝીકાદવુ ખાતે CKHS મનીમૂલી ખાતે આ યાત્રામાં સામેલ લોકોએ વિરામ લીધો. જ્યાથી નૌસાદ સોલંકી એક વિડીયો જાહેર કરી તે આ યાત્રાને લઇને શું અનુભવ કરી રહ્યા છે તે વિશે જણાવ્યું હતું.
ટ્વિટ કરી શેર કર્યો અનુભવ
જ્યારે દેશને એક કરવાની વાત આવે છે ત્યારે આપણે ખભે ખભેથી ખભા મિલાવીને ઊભા રહીશું. આપણે આઝાદીની લડાઈ જોઈ નથી, પણ આજે ભારત જોડો યાત્રામાં જોડાઈને આપણે એ ક્ષણ ચોક્કસ અનુભવી જે ખૂબ જ સુખદ હતી. આજે કેરળના ચુંગાથરાથી મનીમૂલી સુધીની યાત્રામાં ભાગ લીધો.
ભારત જોડો યાત્રાનો 19 મો દિવસ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો 19મો દિવસ ગુરુવારનો દિવસ કેરળથી શરૂ થયો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સાથે કાર્યકરો અને નેતાઓ તેમની સાથે કૂચ કરી રહ્યા છે.
ADVERTISEMENT