Geniben Thakor News: લોકસભામાં ગૌમાતાનો મુદ્દો ઉઠાવ્યા બાદ બનાસકાંઠાના લાખણી પહોંચેલા કોંગ્રેસના સાંસદ ગેનીબેનનું ગૌસેવકો અને સ્થાનિકો લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જેના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સાંસદ ગેનીબેન ઠાકોરનું હાઈવે પર ગૌમાતાની પ્રતિમા અર્પણ કરીને ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ગેનીબેન ઠાકોર પહોંચ્યા બનાસકાંઠા
દિલ્હી સંસદભવનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેની ગુજરાતભરમાં ભારે ચર્ચા થઈ હતી અને ગૌપ્રેમીઓ ખુશ-ખુશ થઈ ગયા હતા. ત્યારે લોકસભાનું પહેલું સત્ર પૂર્ણ થયા બાદ દિલ્હીથી બનાસકાંઠા પહોંચેલા સાંસદ ગેનીબેન ઠાકોરને આવકારવા લાખણી ખાતે મોટી સંખ્યામાં ગૌસેવકો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા.
ગૌસેવકો અને સ્થાનિકોએ કર્યું ભવ્ય સ્વાગત
ચૂંટણી સમયે ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાની પ્રજાને આપેલું વચન પૂરું કરતા લાખણીના મેઈન હાઇવે પર લોકોએ ગેનીબેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સાંસદ ગેનીબેનનું ફૂલહાર પહેરાવી ગૌ માતાની પ્રતિમા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું આવ્યું હતું.
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી
ગત સોમવારે સોમવારે લોકસભામાં ગેનીબેન ઠાકોરે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો ઉલ્લેખ કરીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી હતી. ગાયના દૂધ અને છાણનું મહત્વનું વર્ણન કરતા સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, ગૌવંશ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના પર પ્રતિબંધિત કોઈ કાયદો લાગુ થાય એવી હું માંગ કરી રહી છું.
લોકસભામાં કરી આ માંગ
તેમણે કહ્યું હતું કે, ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે અને ગાયોની હત્યા પર પ્રતિબંધ લાદવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, 'ગાયનું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે. કુદરતી ખેતીમાં ગાયના છાણની જરૂર પડે છે. પશુઓની ખરીદી અને વીમા પર જીએસટી લગાવવામાં આવે છે, તેને તાત્કાલિક હટાવવામાં આવે.'
ઈનપુટઃ પરેશ પઢીયાર, બનાસકાંઠા
ADVERTISEMENT