અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહયો છે. ડિજિટલ યુગમાં અત્યારે સોશિયલ મીડિયાનું મહત્ત્વ ઘણુ વધારે થઈ ગયું છે. તેવામાં AAPએ પણ કહ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અમે સો.મીડિયાના માધ્યમથી જીતવા સજ્જ છીએ. જોકે હવે ચૂંટણી નજીક છે ત્યારે ગોપાલ ઈટાલિયાનો નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વિવાદિત શબ્દો ઉચ્ચારતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેના પરિણામે અત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે આ મામલે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ આમ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કે, પોતે રાજકીય સંજ્ઞાન લઈ પગલાં લેવા જોઈએ. તેમણે પડકાર ફેંક્યો હતો કે આવી જાઓ ડિબેટ કરી લઈએ કે 27 વર્ષમાં અમે શું કર્યું છે.
ADVERTISEMENT
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ માટે જે શબ્દોનો પ્રયોગ થયો તે માનસિકતાનો સવાલ છે. તેની માનસિકતા છતી કરે છે. ગોપાલ ઇટાલીયાએ દેશના પ્રધાનમંત્રી માટે જે શબ્દો વાપર્યા છે તેના લીધે અરવિંદ કેજરીવાલે ગોપાલ ઇટાલિયાં સામે પગલાં ભરવા જોઈએ. તેમણે કહ્યું કે રાજકીય મતમતાંતર હોઇ શકે, કાર્યપદ્ધતી અલગ હોઇ શકે પણ દેશના પ્રધાનમંત્રી માટે જે ભાષાનો પ્રયોગ કર્યા છે તે શબ્દો માટે અરવિંદ કેજરીવાલે પોતે સંજ્ઞાન લઈ પગલાં લેવા જોઈએ.
અડધો ડઝન મંત્રી જેલમાં
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે જે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપવાની વાત કરે છે તેના અડધો ડઝન મંત્રી જેલમાં ગયા. હજુ કેલક જેલમા છે. તે કોઈ આંદોલન કરવા જેલમાં નથી ગયા ભ્રષ્ટાચાર મામલે જેલમાં ગયા છે.
ગુજરાતની જનતા જવાબ આપશે
અમે ઘણી પોલિટિકલ વિચારધારા જોઈ પણ ભાગલાવાદી પહેલીવાર જોયા છે. 27 વર્ષમાં ભાજપે શું કર્યું તે પૂછવાની જરૂરૂ નથી પણ તમે શું કામ જેલમાં છો તેનો જવાબ આપો. ગોપાલનું આ પહેલું પરાક્રમ નથી. ચાલુ ગૃહમંત્રીને ચપ્પલ માર્યું હોઇ શકે. બૌદ્ધિક લડાઈ હોઇ શકે પણ ફિઝિકલ લડાઈ ન હોઇ શકે. આ માનસિકતા છે. તમારાથી ગભરાયા નથી પણ તમારા જુઠ્ઠાંણા સામે અમે કરેલા વિકાસની વાતો કરીએ છીએ. આપણે કામ કર્યા નથી અને જૂઠ્ઠાણાં ફેલાવી ભરમાવવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલીયાના આજના અને ભુતકાળના શબ્દો ગુજરાત ચલાવી નહી લે..બી અવેર ગોપલભાઇ , હવે પછી કોઇ બોલશે તો ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે તેમ કહી ગોપાલ ઇટલીયાને વોર્નિંગ આપી હતી.
ડિબેટ કરવા પડકાર
ગોરધન ઝડફીયાએ વધુમાં કહ્યું કે ગુજરાતમાં હજુ લડવું હોઇ તો 10 પાર્ટી લડવા આવે ગુજરાત ડેમોક્રેટીમાં માંને છે. ડેમોક્રેટી તો જ જીવંત રહે તેમ અમે માનીએ છીએ. પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદીજી કે અમારા કોઈ પણ પાર્ટીના હોતા નથી દેશના હોઇ છે. દેશના વ્યક્તિત્વ અંગે બોલો છો તેની પીડા થાય છે. તેમણે પડકાર ફેંક્યો હતો કે આવી જાઓ ડિબેટ કરી લઈએ કે 27 વર્ષમાં અમે શું કર્યું છે. અમે પૈસા આપ્યા નથી પગ પર ઊભા કર્યા. અમે પૈસા ખેડૂતને આપ્યા છે તે પણ સીધા.
ADVERTISEMENT