ભાવનગર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે ભાવનગરમાં યુવાઓ સાથે શિક્ષણ અને સ્વાસ્થ્ય મુદ્દે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગરમાં એન્જલ એકેડમી ચલાવતા સામંત ગઢવીએ આજે કેજરીવાલની હાજરીમાં AAPનો ખેસ ધારણ ખર્યો હતો અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયાએ ગૃહમંત્રી અને શિક્ષણમંત્રીને પણ આડેહાથ લેતા તેમના પર પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT
‘ભાજપના કાનમાં સત્તાનો મેલ ભરાઈ ગયો છે’
જ્યારે આ પ્રસંગે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ભાજપના કાનમાં સત્તાનો મેલ ભરાઈ ગયો. કોઈની વાત સાંભળવાનું બંધ થઈ ગયું. પોલીસ ગ્રેડ-પે, આંગણવાડી બેહેનોનો અવાજ સરકાર સુધી નહોતો પહોંચતો. કેજરીવાલે ઝાડુ મારીને મેલ સાફ કર્યો તેવો અવાજ સંભળાતો થઈ ગયો. જેવો મેલ સાફ થયો તરત જ 16 વર્ષથી પોલીસના પગાર ભથ્થામાં વધારો નતો થયો અને રાત્રે પગાર વધારો કર્યો. કેમ? આ બધા સત્તાના નશામાં બેફામ થયેલા. કોઈની વાત નહોતા સાંભળતા. તે આપણે બોલીએ તે પહેલા કામ કરતા થઈ ગયા.
ગૃહમંત્રીને કહ્યા ડ્રગ્સ સંઘવી
તેમણે કહ્યું કે, યુવાનોની સરકારી નોકરી મેળવવા માટેની પીડા આ જીતુભાઈ, ડ્રગ્સ સંઘવી કે ભૂપેન્દ્ર ભાઈને એટલા માટે નથી સમજાતી કારણે તે આપણી જેટલું ભણ્યા નથી. 8 ચોપડી અને 9 ચોપડા ભણીને મંત્રી-તંત્રી અને સંત્રી થઈ ગયા છે. અહીંયા બધા બેઠા છે તે જીતુ વાઘાણી કરતા વધુ ભણેલા છે. એટલા માટે તેમને આપણી પીડા ન સમજાય.
‘ગુજરાતમાં નોકરી છે પરંતુ આપનારા નથી’
મનીષ સિસોદિયાએ કહ્યું કે, કેજરીવાલજીએ યુવાઓને રોજગારી આપવાનું કામ કર્યું છે. આજે દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. ભણેલા લોકો નવરા બેઠા છે. ગુજરાતમાં નોકરી તો છે પરંતુ આપનારા નથી. નોકરીની અછત નથી. આ સ્થિતિ દિલ્હીમાં પણ હતી. ભરતી કાઢી અને પેપર લીક થઈ ગયું. દિલ્હીમાં અમે શપથ લીધી સરકારની તે દિવસે પણ પેપર લીક થયું. તે છેલ્લું પેપર લીક હતું. આ બાદ કોઈ પેપર લીક નથી થયું. પેપરલીકનું આખું રેકેટ સાફ કર્યું. આજે દિલ્હીમાં કેજરીવાલના નેતૃત્વમાં 2 લાખ સરકારી નોકરી અપાઈ છે. તમે જેટલી મહેનત કરો છો, એટલી મહેનત એવા લોકો લાવવામાં કરો જે તે પરંપરા ખતમ કરે કે હવે પેપરલીક નહીં થાય.
ADVERTISEMENT