નવી દિલ્હી: દેશમાં કોંગ્રેસ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. કોંગ્રેસ માંથી અનેક નેતાઓની નારાજગી કોંગ્રેસને ચિંતીત કરી રહી છે. એક તરફ સતત સત્તા ગુમાવી રહી છે તો બીજી તરફ નેતાઓ પણ કોંગ્રેસ ગુમાવી રહી છે. ત્યારે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં મોટી ઉથલ પાથલ સામે આવી છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ તેણે થોડા જ કલાકો બાદ ગુલામ નબી આઝાદે તે પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના નેતાએ થોડા કલાકો પછી પક્ષ દ્વારા આપવામાં આવેલા પદ પરથી રાજીનામું કેમ આપ્યું તે કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ રાજકીય ઉથલ પાથલના એંધાણ જોવા મળી રહ્યા છે .
ADVERTISEMENT
મંગળવારે કોંગ્રેસે પોતાના જમ્મુ-કાશ્મીર સંગઠનમાં મોટો ફેરફાર કર્યો હતો. સંગઠનને વધુ મજબૂત કરવા માટે ઘણી નવી નિમણૂંકો કરવામાં આવી હતી. પાર્ટીએ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રચાર સમિતિના અધ્યક્ષ અને તારિક હામિદ કારાને ઉપાધ્યક્ષ તરીકે નિમમણૂક કરવામાં આવી છે. ગુલામ નબી આઝાદને રાજકીય બાબતોની સમિતિ અને સંકલન સમિતિના વડા પણ બનાવવામાં આવ્યા હતા. જ્યારે મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ તરીકે પ્રો. સૈફુદ્દીન સોઝ અને ઉપપ્રમુખ એડવોકેટ એમ.કે.ભારદ્વાજની નિમણૂક કરવામાં આવી હતી . મુલા રામને પ્રચાર અને પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પરંતુ આ નિમણૂકોના થોડા કલાકો પછી, ગુલામ નબી આઝાદે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું. હવે ગુલામ નબીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના રાજીનામા બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું તેઓ આ પદથી ખુશ નથી? શું તેમને પાર્ટી પાસેથી અન્ય કોઈ પદની અપેક્ષા હતી? હજુ સુધી ગુલામ નબી આઝાદ કે કોંગ્રેસે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
G-23માં સામેલ છે ગુલામ નબી આઝાદ
G-23 કોંગ્રેસ માટે પડકારજનક છે. ત્યારે ગુલામ નબી આઝાદના ઘરે આ G-23 ની બેઠક પણ મળી ચૂકી છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદના ઘરે જી-23 નેતાઓની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ, ભૂપિન્દર સિંહ હુડ્ડા અને આનંદ શર્મા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. G-23 જૂથના સભ્યો કોંગ્રેસ પાર્ટીમાં સંગઠનાત્મક પરિવર્તન અને સામૂહિક નેતૃત્વની માગ કરી રહ્યા છે. ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ અને આનંદ શર્મા તમામ કોંગ્રેસના G-23નો ભાગ છે જેમણે 2020માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં જડમૂળમાંથી પરિવર્તન લાવવા અને સક્રિય સંગઠનની માંગ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીમાં બે જૂથ પડી ગયા હતા.
ગુલામ નબીને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને જાન્યુઆરી 2022 માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેને લઈને કોંગ્રેસમાં જ વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસના G-23 એટલે કે બળવાખોર 23 નેતાઓના જૂથ અને ગાંધી પરિવારના સમર્થકો વચ્ચેનો જંગ ફરીથી સામે આવ્યો હતો. હવે આજે કોંગ્રેસે આપેલ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા અનેક સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT