દિલ્હી દરબારમાં વિજય રૂપાણી અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક, શું નવી જવાબદારી મળશે?

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે (શનિવાર) નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેની તસવીરો વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Vijay Rupani and PM Modi

વિજય રૂપાણી અને પીએમ મોદી

follow google news

Vijay Rupani meet PM Narendra Modi : દિલ્હીમાં શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવોની બેઠક યોજાઈ. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી જેપી નડ્ડાના નિવાસ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં આજે થનારી રાષ્ટ્રીય પદાધિકારીઓની મીટિંગના એજન્ડાને લઈને ચર્ચા થઈ અને મહાસચિવોએ તેને અંતિમ રૂપ આપ્યું. આ વચ્ચે દિલ્હીથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે (શનિવાર) નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેની તસવીરો વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

વિજય રૂપાણીને નવી જવાબદારી મળશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે આજે બેઠક થઈ હતી. આગામી દિવસોમાં ભાજપમાં રાષ્ટ્રીયસ્તરે નવા સંગઠનની રચના થશે તે પૂર્વે આ મુલાકાત સૂચક જણાય છે અને અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વિજય રૂપાણીને કેન્દ્રીય સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે છે. જણાવી દઈએ કે, વિજય રૂપાણી હાલ પંજાબ અને ચંદીગઢ ભાજપનાં પ્રભારી છે.

    follow whatsapp