નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસની સમસ્યા સતત વધી રહી છે. આ દરમિયાન હર્ષદ રિબડીયાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. હર્ષદ રિબડીયાએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ પણ સાથે જોવા મળ્યા હતા. ત્યારે રિબડીયાની ભાજપમાં ભાળવણી અટકળો તેજ થવા લાગી હતી ત્યારે આવતીકાલે હર્ષદ રિબડીયા કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાશે.
ADVERTISEMENT
કોંગ્રેસના અનેક નેતાઓ જોડાશે ભાજપમાં
હર્ષદ રિબડીયા છેલ્લા ઘણાં સમયથી ભાજપના સંપર્કમાં હોવાની વાતો સામે આવી રહી હતી ત્યારે હવે તે આવતી કાલે સવારે 11 કલાકે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાશે. હર્ષદ રિબડીયા સાથે અનેક નેતાઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસને હર્ષદ રિબડીયા ભારે નુકશાન પોહચાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હર્ષદ રિબડીયા સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નટુભાઇ પોંકિયા, વજુભાઈ મોવલિયા રામજીભાઇ ભેસણિયા ઉપપ્રમુખ માર્કેટિંગ યાર્ડ, જયદીપ શીલુ અને વિવિધ તાલુકા પંચાયતના સદસ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનો, ગ્રામપંચાયતના સદસ્યો અને સરપંચો, તાલુકા પંચાયત સદસ્ય, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કારોબારીના હોદ્દેદારો, સહિત કાર્યકર્તાઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના હાથે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.
રાતોરાત બદલાયા જિલ્લા પ્રમુખ
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કાલે વિધાનસભાના સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે કાલે 12 વાગે ધારાસભ્ય ભીખા જોશી, શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રભારી હરી ભાઈ જોટવા સહિતના આગેવાનોની હાજરીમાં એક ખાસ મીટિંગ યોજાઈ હતી. જેમાં તમામ તાલુકા પ્રભારી, જિલ્લા પ્રભારી, જિલ્લા પંચાયતના વિપક્ષ પ્રમુખ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિસાવદરની બેઠકને લઈ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે ભરત અમીપરાની નિમણુંક કરવામાં આવી હતી. વિસાવદર માટે કરશન વાડોદરિયા, ભરત વિરડિયા અને ભાવેશ ત્રાપસિયા ત્રણ દાવેદારોમાંથી કોઈપણને ટિકિટ આપવામાં આવશે તો જીત આપવા માટેની બાહેધરી અપાઇ હતી.
ADVERTISEMENT