Exclusive: ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન મુદ્દે કરશે મોટી જાહેરાત…

સૌરભ વક્તાનિયા/અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ AAPના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ એક્ટિવ થઈ ગયા છે. અરવિંદ કેજરીવાલ પોતાના જન્મ…

gujarattak
follow google news

સૌરભ વક્તાનિયા/અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ AAPના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ એક્ટિવ થઈ ગયા છે. અરવિંદ કેજરીવાલ પોતાના જન્મ દિવસે કચ્છમાં વધુએક જાહેરાત કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ કેજરીવાલ આજે મંગળવારે AAP સત્તામાં આવી તો ગુજરાતીઓને વર્લ્ડ ક્લાસ લેવલનું ફ્રી એજ્યુકેશન મળશે એ મુદ્દે જાહેરાત કરવા જઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત અપાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. નોંધનીય છે કે અગાઉ કેજરીવાલે 300 યૂનિટ ફ્રી વીજળી, બેરોજગારોને નોકરી, આદિવાસીઓને લાભ અને 18 વર્ષથી વધુ વયની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા ભથ્થુ આપવાની ચોથી ગેરન્ટી આપી હતી. તેવામાં હવે અરવિંદ કેજરીવાલ પાંચમી ગેરન્ટી આપવા જઈ રહ્યા છે.

બર્થ ડે પર જનતાને ગિફ્ટ આપશે અરવિંદ કેજરીવાલ!
આજે 16 ઓગસ્ટ મંગળવારે અરવિંદ કેજરીવાલનો જન્મ દિવસ છે. ત્યારે આમ આદમી પાર્ટીના એક ટોચના નેતાએ આજ તક સાથે ખાસવાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આજે મંગળવારે પોતાના જન્મ દિવસે ફ્રીમાં ગુજરાતના વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપવા અંગે મોટી જાહેરાત કરશે. અત્યારે ગુજરાતમાં એજ્યુકેશન પોલીસી અને સિસ્ટમમાં મોટાપાયે ફેરફાર કરાશે. તથા આમ આદમી પાર્ટીની સરકાર આવી તો જર્જરીત અવસ્થામાં જે શાળાઓ છે તેનું પુનઃનિર્માણ પણ કરાશે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સ્થિતિ વિશે કરશે ચર્ચા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ કેજરીવાલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એમ બંનેને આવરી લે એવું વચન આપવાનાં છે. અહીં શિક્ષકોના ઓછા પગારના મુદ્દાની સાથે વિદ્યાર્થીઓને યોગ્ય તક ન મળવા સુધીના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. જેથી અરવિંદ કેજરીવાલ વધુ એક વિકાસલક્ષી મોડલ જનતા સામે રજૂ કરી શકે છે.

શિક્ષણ મુદ્દે ભાજપ અને AAP સામ સામે…
ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અવાર નવાર શિક્ષણ મુદ્દે ચર્ચાઓ થતી રહેતી હોય છે. આ દરમિયાન બંને સામ સામે આવી જાય છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના શિક્ષણમંત્રી મનીષ સીસોદીયા ગુજરાત આવ્યા હતા અને અહીંની શાળાઓની પોલ ખોલી દીધી હતી. ત્યારપછી આમ આદમી પાર્ટી અને ભાજપ સતત આ મુદ્દે એકબીજા પર નિશાન સાધતા રહે છે.

અરવિંદ કેજરીવાલની આદિવાસીઓને આ 6 ગેરેંટી

  • આદિવાસીઓ માટે જે સંવિધાનની 5મી વ્યવસ્થા છે તેને સંપૂર્ણ રીતે લાગુ કરીશું. તેમના માટેના PESA એક્ટને લાગુ કરીશું. આદિવાસી ગામોમાં ગ્રામસભાની મંજૂરી વિના કશું નહીં થાય. જે ટ્રાઈબલ એડવાઈઝરી કમિટી છે, જેનું કામ આદિવાસી સમાજના ક્ષેત્રમાં કેવો વિકાસ થાાય, ફંડનો કેવી રીતે ઉપયોગ કરવો વગેરે છે, તે ટ્રાઈબલ એવાઈઝરી કમિટીના ચેરમેન ટ્રાઈબલ હશે.
  • દરેક આદિવાસી ગામમાં સારી સ્કૂલો ખોલીશું.
  • દિલ્હીના મહોલ્લા ક્લિનિકની જેમ દરેક ગામમાં ક્લિનિક ખોલીશું. તેમાં સારવાર મફત હશે. આદિવાસી વિસ્તારમાં મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખોલીશું.
  • જાતિનું પ્રમાણપત્ર મેળવવામાં જે સમસ્યા આવે છે, તેની પ્રક્રિયા સરળ બનાવીશું.
  • ઘર ન હોય તેવા ગરીબ આદિવાસીઓને ઘર આપવામાં આવશે.
  • દરેક ગામ સુધી રસ્તો બનાવાશે.

AAPએ પોતાના 10 ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે.

    follow whatsapp