ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનાં મહિનાઓ બાકી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ પડી જવા જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. આની સાથે જ પૂર્વ રાજ્યસભાનાં સાંસદ રાજુ પરમાર પણ કોંગ્રેસ પાર્ટી છોડી શકે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ઉલ્લેખનીય છે કે 40થી વધુ વર્ષથી કોંગ્રેસ સાથે કાર્યરત રહેલા નરેશ રાવલે કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેમની સાથે કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા રાજુ પરમાર પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ બંને દિગ્ગજ નેતાઓ હવે 17મી ઓગસ્ટ, બુધવારે સવારે 11 વાગ્યે ભાજપનો ખેસ ધારણ કરશે. નરેશ રાવલ અને રાજુ પરમાર મંગળવારના દિવસે સી.આર.પાટીલ સાથે બેઠક કરી હોવાની માહિતી પણ મળી હતી.
ADVERTISEMENT
કોંગ્રેસને દિગ્ગજ નેતા અલવિદા કહેશે
ચૂંટણી પહેલા અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં આવી ગયા છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા માટે અરવિંદ કેજરીવાલનાં ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી અત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં સુસ્ત જોવા મળી રહી છે. આ દરમિયાન કોંગ્રેસને પડ્યા પર પાટુ વાગે એવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારે અહેવાલો પ્રમાણે કોંગ્રસના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી નરેશ રાવલ પાર્ટી સાથે છેડો ફાડી શકે છે.
આયોજનનો અભાવ તથા અવગણનાનો મુદ્દો ઉછળ્યો
નરેશ રાવલનું કોંગ્રેસ પાર્ટી છોડવા પાછળનું પ્રાથમિક કારણ પાર્ટીમાં આયોજનનો અભાવ હોવાનું તથા સિનિયર નેતાની અવગણના કરવાનું ચર્ચામાં આવ્યું છે. વળી અત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે તેઓ 2-3 દિવસમાં રાજીનામું આપી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. હવે જો આ તમામ અટકળો સાચી સાબિત થઈ તો કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડશે.
ADVERTISEMENT