હેતાલી શાહ.આણંદઃ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી ખેંચતાણ અંગે નિવેદન આપતા હવે ખેડા આણંદના રાજકારણ ગરમાયુ છે. ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ કરમસદ મેડીકલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિસ્તબઘ્ધ પાર્ટીની ખેંચતાણ અંગે એક નિવેદન આપ્યુ છે જેમા તેઓ પાર્ટીમા ચાલતી ખેંચતાણ વિષે વાત કરી રહ્યા છે.
ADVERTISEMENT
અચાનક શિસ્તબદ્ધ પાર્ટી વિશે વાત કરતા સહુ ચોંક્યા
ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી હોવાની વાતો ભાજપના જ નેતા દ્વારા અવાર નવાર કરાઈ છે. જોકે તાજતરમાં જામનગરમાં એમ.એલ.એ રિવાબા જાડેજા અને સાંસદ સભ્ય પુનમ માડમ તથા મેયર વચ્ચેનો વિવાદ એક જાહેર કાર્યક્રમમાં જ સામે આવ્યો હતો. હવે આણંદના કરમસદમાં કરમસદ મેડિકલના રેડીએશન થેરપી સેન્ટરના કાર્યક્રમમાં ઉપસ્થિત અમૂલ તથા કે.ડી.સી.સી બેંકના ચેરમેન અને ખેડા જિલ્લા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલનું એક ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે. કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ પર વિપુલ પટેલ સ્પીચ આપી રહ્યા હતા અને એકાએક શિસ્તબદ્ધ પાર્ટી વિશે વાત કરતા એક સમયે સૌ કોઈ ચોંકી ગયા હતા.
મહિસાગરની શાળામાં નીકળ્યો ઝેરી સાપઃ ફેણ ફેલાવતા લોકો ભયભીત, કરાયું રેસ્ક્યુ- Video
‘આપણા પગ ખેંચવા બધુ જ કરશે’
વિપુલ પટેલે સ્પીચ આપતા જણાવ્યું હતું કે, ” મને પાડવા બધા બોઉ ફરતા હતા, ना मैं गिरा ना मेरी उम्मीदों के मीनारें गिरे, लेकिन कुछ लोग मुझे गिराने में बार-बार गिरे, बार-बार गिरे, बार-बार गिरे…. આ વાક્ય મને ત્યારે સમજાયું જ્યારે મારી સાથે આવું થયું. કેટલાય એવા લોકો હોય, બધા લોકો આપણા શુભેચ્છકો ના હોય. કેટલાય સારું ઈચ્છનારા હોય કેટલા કેટલાય ના ઈચ્છનારા હોય, સારુ ના ઈચ્છનારા હોય એ આપણા પગ ખેંચવા ફરે બધું જ કરશે. તમારે અમારી પાર્ટીમાં, અમારે ઝાડ પડે ને જગ્યા થાય એ 100% પ્રૂફ થઈ જાય અને એ સાચી કહેવત થાય એ અમારે નરી આંખે જોવા મળે છે. પાર્ટી એ મને કેડીસીસી બેંકનો ચેરમેન બનાવ્યો. મોટી જવાબદારી હતી, બંને જિલ્લાની ભેગી બેંક છે. એટલે તે વખતે અમારે રાજકારણમાં બીજેપીના ખેલાડીઓ, અમારા દોસ્તારો, બધાને અજંપો લાગી ગયો. આને બનાવ્યો? આને બનાવ્યો?.
વિપુલ પટેલના આ નિવેદનને કારણે ભાજપમાં પણ આંતરિક વિવાદ ચરમ સીમાએ હોય તેમ લાગી રહ્યું છે. વિપુલ પટેલ અવાર નવાર પોતાના અલગ અંદાજમાં હસ્તા હસ્તા ઘણી બધી પોતાની વ્યથા સ્પીચ આપતા ઠાલવી દે છે. ત્યારે વિપુલ પટેલનું આ નિવેદન અનેક સવાલો ઉભા કરે છે, કે આખરે ભાજપમાં કોણ એવુ છે જે વિપુલ પટેલને કે.ડી.સી.સી બેંકના ચેરમેન પદે જોવા નથી માંગતા ? કોણ છે જે પોતાના જ નેતાના ટાંટીયા ખેંચે છે? શું ખેડા આણંદમાં જુથવાદ ચરમ સીમાએ છે ? હવે આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ જુથવાદની અસર ચૂંટણીમાં ભાજપ પર પડશે કે કેમ તે જોવું રહ્યું.
ADVERTISEMENT