GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તેમણે જણાવ્યું કે, 12 પેપર ફુટ્યા છે પરંતુ હજુ કોઈને સજા થઈ નથી. ખાસ કરીને ખોટા કેસ કરીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે હું કોઈ કેસ થી દબાઈ જાવ તેમ નથી. હું આગળ મિશન માટે કામ કરી રહ્યો છું. હું શાંત નથી બેઠો.
ADVERTISEMENT
ટેટના ઉમેદવારને 3300 નિમણૂક પત્ર આપ્યા તે 2018ની ભરતીના નિમણૂક પત્ર 2022માં આપવામાં આવ્યા. તલાટીની ભરતી 2018 ની ભરતી છે હજુ સુધી નિમણૂક પત્ર નથી આપ્યા. બિનસચિવળેની ભરતી 2018 ની છે હજુ નિમણૂક પત્ર નથી આવ્યા. તલાટી હજુ લેવાણી નથી. જાહેરાતમાં અવ્વલ પાર્ટી છે. ભારતીય જાહેરાત પાર્ટી છે. જેને આપડે બીજેપી કહીએ છીએ. સૌથી મોટી જાહેરાત કરી નાખે. બેનરમાં રોજગારી દેખાય છે. વાસ્તવમાં રોજગારી દેખાતી નથી.
જયેશ નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી અને સમાચારમાં આવ્યું એટલે સામે આવ્યું બાકી હજારો વિધાર્થીઓ નાસીપાસ થઈને ગુજરાત છોડી રહ્યા છે અથવાતો ણ ભરવાના પગલાં ભરી રહ્યા છે. લોકો વિદેશ જય રહ્યા છે. ખરેખર ગંભીર પ્રશ્ન છે. વાસ્તવિક ચિત્ર ખૂબ ગંભીર અને ડરાવણું છે.
ADVERTISEMENT