યુવરાજસિંહે પેપર લીક કૌભાંડને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો યુવરાજસિંહે કહ્યું કે પેપર ફૂટવામાં કૌભાંડીઓને બચાવવાનું કાર્ય થઈ રહ્યું છે. આજ દિન સુધી કોઈને પણ એમાં સજા કરવામાં આવી નથી. સજા આપવાનું કામ સત્તા પક્ષનું છે જેમાં તે નિષ્ફળ થયા છે. જે પેપર ફોડે છે, ખરીદે છે, લઈને આવે છે તેનું નામ હું આપું છું. છતાં તંત્રને ખબર જ નથી, તેની પાસે આટલી બધી સુવિધા છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. બીનસચિવાલયના મુખ્ય આરોપીને છોડી દેવામા આવ્યો. પેપર ફૂટવાની ઘટના હું 2019થી સામે લાવું છું, તે પહેલાથી પેપર ફૂટે છે. આ તો હવે સામે આવતું થયું, પહેલા આ સામે નહોતું આવતું અથવા કોઈને નહોતું લાવવું.
ADVERTISEMENT
રાજકારણમાં સક્રિય થવા અંગે યુવરજસિંહે જણાવ્યું કે, ‘ હું આમ આદમી પાર્ટીમાં જ છું. પણ વિદ્યાર્થીઓનો મુદ્દો છે ત્યાં સુધી હું નિષ્પક્ષ છું. મેં બોગસ ડિગ્રી, ઉર્જા વિભાગ સહિતના મુદ્દા પર પારાવા આપ્યા છે. સરકાર એક્શન નહીં લે તો આંદોલન કરીશું: યુવરાજસિંહ ભાજપના પ્રવક્તા ટીવી ડિબેટમાં મારું નામ સાંભળીને નથી આવતા.પેપર લીક થવામાં સિસ્ટમ જેના હેઠળ ચાલે છે તે પણ જવાબદાર છે.સત્તાપક્ષ ચૂંટણી જીવી છે, ચૂંટણી આવે ત્યારે જ તેને બધું દેખાય છે. આવનાર ચૂંટણીમાં જો તક મળશે તો હું ચોક્કસ લડીશ.સરકારે હરઘર તિરંગાની જગ્યાએ હર ઘર રોજગાર આપોનું કેમ્પેઇન કરવું જોઈએ .
ADVERTISEMENT