Election 2022: પ્રથમ તબક્કામાં આ બેઠકો પર થશે મતદાન, જાણો તમામ વિગત

અમદાવાદ: કેન્દ્રિય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી.  કેન્દ્રિય ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે…

gujarattak
follow google news

અમદાવાદ: કેન્દ્રિય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી.  કેન્દ્રિય ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન એક ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે મતગણતરી આઠ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.  પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે.

ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન
પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.

પ્રથમ તબક્કાની કુલ 89 બેઠકોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે મતદાન

  • કચ્છ
  • સુરેન્દ્રનગર
  • જામનગર
  • દેવભુમિ દ્વારકા
  • પોરબંદર
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ગીરસોમનાથ
  • અમરેલી
  • ભાવનગર
  • બોટાદ
  • સુરત
  • ભરૂચ
  • નર્મદા
  • તાપી
  • ડાંગ
  • નવસારી
  • વલસાડ

પ્રથમ તબક્કામાં  આ બેઠક પર થશે મતદાન 

    follow whatsapp