સરકારી કોન્ટ્રાક્ટ દ્વારા ભરતીમાં 27% અનામત હોવું જોઈએ- અમિત ચાવડા, CMને પત્ર લખી જણાવ્યું

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજ્ય અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC સમાજની અવગણના ન કરવા મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે…

gujarattak
follow google news

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજ્ય અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC સમાજની અવગણના ન કરવા મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે ગુજરાત રાજ્યામાં 52 ટકાથી વધુ વસતિ OBC સમાજની છે, તેવામાં ચૂંટણીમાં અનામત ન હોવાના કારણે OBC સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. વળી દેશના સંવિધાનમાં પણ વિવિધ સામાજિક વર્ગોને ન્યાય આપવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. તો હવે આના કારણે ભવિષ્યમાં જાતીને હાની પહોંચી રહી છે.

સરકાર OBC વસતિને અવગણતી હોવાનો મુદ્દો ઉછળ્યો
અગાઉ અમિત ચાવડાએ પોતાની સુરતની મુલાકાત દરમિયાન OBC સમાજને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યની 52 ટકાથી વધુ વસતિ OBC હોવા છતાં સમાજને યોગ્ય બજેટ કે સ્થાન અપાઈ રહ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ અગાઉ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જ્યારે સુરતની મુલાકાતે ગયા હતા. ત્યારે તેઓએ ઓબીસી અનામત બચાવોના કાર્યક્રમમાં ઓબીસી સમાજને લઇને સરકાર પર કેટલાંક પ્રહારો કર્યા હતા. અગાઉ પણ અમિત ચાવડાએ આંદોલન કરવાથી લઈ સરકારી કોન્ટ્રાક્ટ ભરતીમાં પણ OBCને સ્થાન આપવાની વાત ઉચ્ચારી હતી.

અમિત ચાવડાએ વસતિ ગણતરી ઝડપી કરવા જણાવ્યું
આ તમામ નિવેદનોની સાતે અમિત ચાવડાએ વસતિ ગણતરીની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે આદેશ આપ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે 3 મહિનાની અંદર વસતિ ગણતરીની કાર્યવાહી પૂર્ણ કરી દેવી જોઈએ અને જ્યાં સુધી જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી ન થયા ત્યાં સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ મુલતવી રાખવા પણ ટકોર કરવામાં આવી છે.

    follow whatsapp