દ્વારકામાં 255 કરોડ પ્રતિ KMના રોડના વિવાદ વચ્ચે કચ્છમાં 29 કરોડ પ્રતિ KMની રેલવે લાઈન મંજુર!

કૌશિક કાંટેચા.કચ્છઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની સમિતિએ રેલવે સબંધિત 7 પ્રોજેક્ટોને લીલીઝંડી આપી દીધી હતી. દેશભરમાં અલગ અલગ સ્થળોએ માળખાકીય વિકાસ સાથે જોડાયેલા આ…

gujarattak
follow google news

કૌશિક કાંટેચા.કચ્છઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની સમિતિએ રેલવે સબંધિત 7 પ્રોજેક્ટોને લીલીઝંડી આપી દીધી હતી. દેશભરમાં અલગ અલગ સ્થળોએ માળખાકીય વિકાસ સાથે જોડાયેલા આ અંદાજે 32,500 કરોડનો ખર્ચ થનાર આ પ્રોજેક્ટ્સમાં કેન્દ્ર સરકાર પાસેથી 100 ટકા ભંડોળ મળશે. જેમાં ગુજરાતના કચ્છમાં 1571 કરોડના ખર્ચે સામખિયાળીથી ગાંધીધામ વચ્ચે એક તરફે 53 કિમી અને રુટ ટ્રેક ગણતા 112.7ના ચાર માર્ગીય રેલવે લાઈન નાખવાના મહત્વપુર્ણ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આમ પ્રતિ કિલોમીટર અંદાજીત 29.64 કરોડ રૂપિયાનો ખર્ચ થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં CAG રિપોર્ટમાં ખુલાસો થયો તેને લઈને સમગ્ર દેશ હચમચી ગયો છે. દ્વારકા એક્સપ્રેસ વેમાં કિલોમીટર દીઠ 18 કરોડની જગ્યાએ 250 કરોડ અપાયાનો ઘટસ્ફોટ થયો હતો. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે 29.06 કિમી લાંબા દ્વારકા એક્સપ્રેસવેના નિર્માણમાં પ્રોજેક્ટના ખર્ચમાં માંગવામાં આવેલો વધારો ખૂબ જ વધારે કિંમત હોવાને લઇને વાત કરી છે. આગામી સમયમાં આ રેલવે લાઈનની કામગીરીમાં કેટલી પાર્દર્શીતા હશે તેને લઈને પણ હવે લોકોને શંકાઓ જઈ રહી છે.

ડ્રોન સર્વે કરાવવા ટેન્ડર બહાર પડાયા

આ પ્રોજેક્ટ્સની મંજુરી સાથે જ વિગતો આપતા સરકાર કહે છે કે, એક તરફીય રાજ્યના પ્રથમ એવા રેલવે ટ્રેકના ક્વોડ્રોપલીંગ પ્રોજેક્ટથી કચ્છના કાર્ગો અને પ્રવાસીઓ માટે વધુ ટ્રેનો શરૂ કરવા માટે વધુ સુવિધા વિસ્તાર શક્ય બની શકશે, હાલ અહી ડબલ રેલવે ટ્રેક છે. આ માટેના ડ્રોન સર્વે માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના ટ્રેડએ આ નિર્ણયને આવકાર્યો હતો.

અમરેલી: અજગર અને શિયાળ વચ્ચે જીવન મરણનો જંગ- Video

ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોમાં કચ્છનો કંડલા, ગાંધીધામ પણ સામેલ છે, તેમજ આગળ જતા ભુજ, મુંદ્રામાં પણ વધુ આવશ્યકતા ઊભી થવાની છે. ત્યારે મલ્ટિ-ટ્રેકિંગ કરવાની માંગ અને ચર્ચા વિચારણાનો અંતે ગાંધીધામ સામખિયાળી ગાંધીધામ વચ્ચે રેલવે ટ્રેકના ક્વોડ્રોપલીંગને સૈદ્ધાંતિક મંજુરીઓ બાદ કેબિનેટ તરફથી પણ લીલીઝંડી મળી જતા તેના સર્વેના ટેન્ડર બહાલ કરી દેવાયા છે. આ રેલવે ટ્રેક ચાર માર્ગીય થતા કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે અને જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે.

7.06 કરોડ માનવ દિવસોની રોજગારી આપશે?

સરકારે આ ઉપરાંત આ પ્રોજેક્ટ્સ અંગે જાણકારી આપતા દાવો કર્યો છે કે, 35 જિલ્લાઓને આવરી લેતી યોજનાઓથી 9 રાજ્યમાં ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં 2339 કિમીનો વધારો કરશે. રાજ્યોના લોકોને 7.06 કરોડ માનવદિવસોની રોજગારી પૂરી પાડશે.

ગાંધીધામના એઆરએમ આશીષ ધાનીયાએ જણાવ્યું કે કંડલા અને મુંદ્રા પોર્ટના કારણે કચ્છમાંથી કાર્ગો ખુબ મોટા પ્રમાણમાં જાય છે, ગત વર્ષે 41.4 મીલીયન ટન કાર્ગો રેલવે થકી ગયો હતો, આ પ્રોજેક્ટ્સ નિર્માણ થતા તેની ક્ષમતા વધીને 60 મીલીયન ટન સુધી થઈ શકસે. ચીજવસ્તુઓની વિવિધ બાસ્કેટના પરિવહન માટે આ આવશ્યક માર્ગો છે, જેમ કે અનાજ, ખાતરો, કોલસો, સિમેન્ટ, ફ્લાય-એશ, લોખંડ અને ફિનિશ્ડ સ્ટીલ, ક્લિન્કર, ક્રૂડ ઓઇલ, લાઇમ સ્ટોન, ખાદ્યતેલ વગેરેની વહન ક્ષમતા નોંધપાત્ર રુપે વધશે.

    follow whatsapp