આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન મંત્રીની હાજરીમાંજ ભાજપના કાર્યકર્તાએ આપી ચીમકી

અંબાજી/ શક્તિસિંહ રાજપુત:  ગુજરાતમાં આદિવાસીનું રાજકીય વર્ચસ્વ ખૂબ અગત્યનું ગણવામાં આવે છે. ત્યારે ચૂંટણી નજીક આવતાની સાથે જ આદિવાસી વિસ્તારમાં નેતાઓના આંટા ફેરા વધવા લાગ્યા…

gujarattak
follow google news

અંબાજી/ શક્તિસિંહ રાજપુત:  ગુજરાતમાં આદિવાસીનું રાજકીય વર્ચસ્વ ખૂબ અગત્યનું ગણવામાં આવે છે. ત્યારે ચૂંટણી નજીક આવતાની સાથે જ આદિવાસી વિસ્તારમાં નેતાઓના આંટા ફેરા વધવા લાગ્યા છે.  આજે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના વિવિધ વિકાસલક્ષી યોજનાઓ લઈ આદિવાસી વિસ્તારમાં પહોંચ્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના અંબાજીથી ઉમરગામ સુધીના 14 જેટલા જિલ્લાઓમાં ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી વચ્ચે ભાજપના કાર્યકર્તાએ મંત્રીની હાજરીમાં ભાજપને ચીમકી

દાંતાના આદર્શ નિવાસી શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની હાજરીમાં દાંતા તાલુકાના સ્થાનીક નેતા લાધુભાઈ પારઘીએ દાંતા સીટ પર સ્થાનીક ઉમેદવારને ટિકીટ આપવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે જો અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો પક્ષને નુકશાન થશે. આજે દાંતા ખાતે યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને સાફો પહેનાવી તલવાર આપી તેમજ માતાજીની પ્રતિમા સ્મૃતિ ચિન્હ સ્વરૂપે અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

તો ભાજપને મોટુ નુકસાન સહન કરવું પડશે
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો પણ મહત્તમ આદિવાસી વિસ્તાર છે જ્યાં તાલુકા મથકે રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી દિવસને લઈ આદિવાસી યુવકો દ્વારા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવવામાં આવ્યો હતો. જયારે વનબંધુ કલ્યાણ હેઠળના લાભાર્થીઓને વિવિધ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જોકે આ પ્રસંગે આદિવાસી મોરચાના મહામંત્રી લાધુભાઇ પારઘીએ સ્ટેજ ઉપરથી બફાટ કરતા જણાવ્યું હતું કે ભાજપ સ્થાનિક ઉમેદવાને ટિકિટ નહીં આપે તો ભાજપને મોટુ નુકસાન સહન કરવું પડશે અને જો આપ પાર્ટી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપશે તો ભાજપ માટે પરિણામ બગડવાની શક્યતા નકારી શકાતી નથી. તેમ કહી ભાજપને મંત્રીની ઉપસ્થિતિમાં જ ચીમકી ઉચ્ચારી હતી

ટિકિટની ફાળવણી ઉચ્ચસ્તરીય નીતિ
ગુજરાત સરકારના મંત્રી અર્જુન સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારના વિકાસને લઈ સરકાર સતત ચિંતિત છે ને હજી વધુ વિકાસ કરવા પણ સરકાર થનગની રહી છે. જયારે સ્થાનિક ઉમેદવાર દ્વારા સ્ટેજ ઉપર આપેલી ચીમકી બાબતે જણાવ્યું હતું કે ટિકિટ આપવી એ ઉચ્ચસ્તરીય નીતિ રહી છે ને હું માત્ર કમળને ઉમેદવાર તરીકે જાહેર કરું છે વ્યક્તિ ગમે તે હોય પણ આ વખતે જંગી બહુમતીથી જીતાડી દાંતાના કમ ળને ગાંધીનગર મોકલવા જણાવ્યું હતું.

    follow whatsapp