પરાક્રમ કર્યું હોય તેમ કેમેરા સામે સ્માઈલઃ ડમી કાંડમાં વધુ 3 આરોપી પકડાયા- Video

ભાવનગરઃ ડમી કાંડમાં એક પછી એક આરોપીઓ પકડાઈ રહ્યા છે. સરકારી પરીક્ષાઓમાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષામાં ગેરરીતિ કરવાના ચક્કરમાં ઘણા લોકો હાલ તો…

પરાક્રમ કર્યું હોય તેમ કેમેરા સામે સ્માઈલઃ ડમી કાંડમાં વધુ 3 આરોપી પકડાયા

પરાક્રમ કર્યું હોય તેમ કેમેરા સામે સ્માઈલઃ ડમી કાંડમાં વધુ 3 આરોપી પકડાયા

follow google news

ભાવનગરઃ ડમી કાંડમાં એક પછી એક આરોપીઓ પકડાઈ રહ્યા છે. સરકારી પરીક્ષાઓમાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષામાં ગેરરીતિ કરવાના ચક્કરમાં ઘણા લોકો હાલ તો પોલીસ સકંજામાં છે, પણ આ પૈકીના કેટલાકને તો જાણે કાર્યવાહીનો કોઈ ફેર જ પડ્યો ના હોય અથવા તો મોટું પરાક્રમ કરીને આવ્યા હોય તે રીતે મોંઢા પર સ્માઈલ સાથે ફોટો પણ પડાવી લે છે. હાલમાં જ ભાવનગર પોલીસે આ કેસમાં વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જે અંગે જ્યારે મીડિયા સમક્ષ આરોપીઓને રજુ કરાયા હતા ત્યારે આરોપીઓના ચહેરા પર પોલીસ કાર્યવાહીનો બીલકુલ ભય જોવા મળ્યો ન હતો. જાણે કે બિન્દાસ્ત હોય, ડર ના હોય, ના કોઈ કાર્યવાહીની ચિંતા.. સાવ તેવા પ્રકારની તેમની વર્તણૂંક જોવા મળી હતી.

કોણ કોણ પકડાયું?
ડમીકાંડમાં ભાવનગર પોલીસે વધુ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. જેમાં ભાવનગરના તળાજા વિસ્તારમાં આવેલા ઈસોરા ખાતે રહેતો કવિત નીતિનભાઈ રાવ, તળાજાના ગાંધી સ્ટેચ્યુ પાસે રહેતો અભિષેક હરેશકુમાર પંડ્યા અને વવિમલ બટુક જાનીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પોલીસે 36 શખ્સો સામે ફરિયાદ નોંધી છે જેમાંથી અત્યાર સુધી 20 આરોપીઓ પકડાઈ ચુક્યા છે. ઉપરાંત નામ ખુલતા કુલ આરોપી 22 પકડાયા છે. હજુ 17 આરોપીઓને પકડવાના બાકી છે. અત્યાર સુધી શંકાને આધારે પણ ઘણાને અટકમાં લેવાઈ ચુક્યા છે. 42 શખ્સોને ડમીકાંડમાં ભાવનગર એસઆઈટી દ્વારા અટકાયતમાં લેવાયા છે. ફરિયાદ સહિતનો આંકડો તો 60 સુધી પહોંચી ગયો છે. આગામી સમયમાં આ આંકડો 100ને પાર જાય તો નવાઈ નહીં.

અમદાવાદઃ માધુપુરા સટ્ટાકાડમાં SMCના હાથે લાગ્યો આ શખ્સ, જાણો શું હતો રોલ

યુવરાજસિંહ સહિતના છે જેલમાં
આ તરફ ડમી ઉમેદવારના મામલામાં નામ જાહેર ના કરવાને લઈને રૂપિયાનો તોડ કરવાના ગુનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. યુવરાજસિંહ તેમના બે સાળાઓ સહિતનાઓને હાલ કોર્ટે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલા હોઈ તેઓ જેલમાં છે.

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp