સુશીલ મોદીને બિહારથી દૂર કરવાનું પરિણામ ભાજપે ભોગવ્યું?

નવી દિલ્હી: બિહારની રાજનીતિમાં સુશીલ કુમાર મોદી એક એવું નામ છે જેને માત્ર ભાજપનો ચહેરો જ નહીં પરંતુ સત્તાનો આધાર સ્થંભ પણ માનવામાં આવે છે.…

gujarattak
follow google news

નવી દિલ્હી: બિહારની રાજનીતિમાં સુશીલ કુમાર મોદી એક એવું નામ છે જેને માત્ર ભાજપનો ચહેરો જ નહીં પરંતુ સત્તાનો આધાર સ્થંભ પણ માનવામાં આવે છે. સુશીલ કુમાર મોદીને એવા નેતા તરીકે ઓળખવામાં આવે છે જેઓ તેમના વિરોધીઓ સામે સંપૂર્ણ સંશોધન કરે છે અને પછી તથ્યો સાથે આક્રમક વ્યૂહરચના ઘડી અને તેમણે ઘેરવાનો પ્રયાસ કરે છે. એપ્રિલ 2017માં જ્યારે તેણે આરજેડી અને લાલુ પ્રસાદ યાદવના પરિવાર ને ઘેરવાનો પ્રયાસ કર્યો તેના પરિણામે મહાગઠબંધન તૂટી ગયું. નીતિશ કુમાર ફરી એકવાર એનડીએમાં જોડાયા અને ભાજપને સત્તાનો સ્વાદ ફરી ચાખવા મળ્યો હતો.

હવે નીતીશ કુમારે ફરી એકવાર મહાગઠબંધન સાથે જોડાય છે ત્યારે બિહારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું બિહારમાં સુશીલ કુમાર મોદીને સાઈડલાઈ કરવા ભાજપને ભારે પડ્યા છે. કોઈપણ રીતે, બિહારના રાજકારણમાં સુશીલ મોદીના હાંસિયામાં ધકેલાઈ જવાની ચર્ચા ઘણી વખત વિરોધીઓ દ્વારા કરવામાં આવી હતી કે ભાજપેજ સુશીલ મોદીને હાંસિયામાં ધકેલી દીધો.

વર્ષ 2017નો તે સમય જ્યારે લાલુ પ્રસાદ યાદવના પરિવાર પર આરોપોનો મારો શરૂ થયો હતો. તે સમયે નીતિશ કુમાર મહાગઠબંધનમાં સામેલ હતા. સુશીલ મોદીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. લાલુ પરિવારની બેનામી સંપત્તિના ખુલાસા મામલે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને હોબાળો મચાવ્યો હતો. તે દિવસોમાં પાર્ટી વિરોધીઓના નિશાના પર રહેલા મોદીની ક્ષમતાને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ પણ સ્વીકારવી પડી હતી. સુશીલ મોદીના કારણે નીતીશ કુમાર મહાગઠબંધનથી અલગ થઈ ગયા હતા. પરંતુ જ્યારે તેમને નીતિશ સાથે ડેપ્યુટી સીએમ રહેવા દેવામાં આવ્યા ન હતા, ત્યારે તેના કારણે સત્તા ગુમાવવી પડી હતી.

4 એપ્રિલ, 2017ના રોજ સુશીલ મોદીએ પ્રેસ કોન્ફરન્સ કઋ અને લાલુ પરિવાર પર ફરી પ્રહાર કર્યા. જેમાં પટના પ્રાણી સંગ્રહાલયમાં મોલની માટી ગેરકાયદેસર રીતે વેચવાનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સુશીલ મોદીએ આ મામલો ઝડપી લીધો અને બીજે જ દિવસે પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને માટી કૌભાંડનો આક્ષેપ કર્યો. આ મામલાની તપાસ શરૂ થઈ ત્યાં સુધીમાં સુશીલ મોદીએ લાલુ પરિવારની બેનામી સંપત્તિની વધુ વિગતો અન્ય સ્ત્રોતો પાસેથી મેળવી હતી. સુશીલ મોદીએ પોતાના હુમલા ચાલુ રાખ્યા હતા. આ પછી 11 એપ્રિલે પ્રેસ કોન્ફરન્સમાં સુશીલ મોદીએ કહ્યું- આ તો માત્ર શરૂઆત છે, ખુલાસાઓ આવવાના બાકી છે.

05 મે 2017ની પ્રેસ કોન્ફરન્સમાં સુશીલ મોદીએ લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ પર પેટ્રોલ પંપની ફાળવણી ખોટી રીતે લેવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી એજન્સીઓ સક્રિય થઈ અને કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ. સુશીલ મોદી અહીંથી ન અટક્યા અને મીડિયા દ્વારા લાલુ પર પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું. તેમણે 20 જૂનની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે લાલુની પત્ની રાબડી દેવી 18 ફ્લેટની માલિક છે. 4 જુલાઈના રોજ કહેવામાં આવ્યું હતું કે લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપને ત્રણ વર્ષની ઉંમરે સેવાના બદલામાં 13 એકર જમીન દાનમાં મળી હતી. 06 જુલાઈના રોજ, તેમણે આરજેડી નેતાઓ કાંતિ સિંહ, રઘુનાથ ઝા અને અન્યો તરફથી દાનમાં આપેલી જમીનનો ખુલાસો કર્યો.

આ ઘટસ્ફોટ પછી નીતિશ કુમારને તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ સાથેના ગઠબંધનને ખતમ કરવાની ફરજ પડી હતી અને 2015ની વિધાનસભા ચૂંટણી પહેલા રચાયેલ મહાગઠબંધન તૂટી ગયું હતું. સુશીલ મોદીએ વન મેન આર્મી બનીને આ કામ કર્યું અને નીતિશ ફરી ભાજપ સાથે આવ્યા. આ પછી 2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ સારું પ્રદર્શન કર્યું. નીતિશે 2020ની વિધાનસભા ચૂંટણી પણ ભાજપ સાથે મળીને લડી હતી.

પરંતુ આ સાથે જ પાર્ટીમાં સુશીલ મોદીના વિરોધીઓએ તેમના પર વર્ચસ્વ જમાવવાનું શરૂ કરી દીધું હતું. ટોચના નેતૃત્વએ તેમને રાજ્યસભાના સભ્ય બનાવીને દિલ્હી મોકલ્યા. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે સુશીલ મોદી બિહાર ભાજપની કરોડરજ્જુ છે. સુશીલ મોદી નારાજ થયા પછી નીતિશ કુમારે ઘણી વખત પોતાના JDU નેતાઓ પર લગામ લગાવી હતી. સુશીલ મોદી હકીકતમાં મજબૂત હતા અને તેમની પાસે બિહાર ભાજપને સંભાળવાની કળા હતી. આ વખતે ભાજપે કરી મોટી ભૂલ, સુશીલ મોદીને બિહારમાંથી હટાવ્યા અને હવે સત્તા વનવાસ મળ્યો

    follow whatsapp