Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને તિહાર જેલમાં રાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીએ મુખ્યમંત્રીની 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી, જેને રાઉઝ એવન્યુ કોર્ટે મંજૂર કરી હતી. કોર્ટમાં હાજર થવા માટે લઈ જવામાં આવતાં કેજરીવાલે કહ્યું, "પીએમ જે કંઈ પણ કરી રહ્યાં છે, તે બરાબર નથી કરી રહ્યાં."
ADVERTISEMENT
કેજરીવાલની કોર્ટમાં હાજરી પહેલા તિહાર જેલમાં એક મીટિંગ ચાલી રહી હતી અને કથિત રીતે એ પણ નક્કી કરવામાં આવી રહ્યું હતું કે, તેમને તિહારની કઈ જેલમાં રાખવામાં આવશે.
તિહાર જેલમાં થઈ હતી ઉચ્ચ સ્તરીય બેઠક
મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં તિહાર જેલમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આજે પણ 11 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક નક્કી કરવામાં આવી હતી. છેલ્લી મીટિંગમાં ચર્ચા થઈ હતી કે જો કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવે છે તો તેમને કયા જેલ નંબરમાં રાખી શકાય છે. તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા થઈ છે.
AAPના ત્રણ નેતાઓ કઈ જેલમાં છે?
થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જેલ નંબર 2માંથી જેલ નંબર 5માં ખસેડવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાને જેલ નંબર 1માં રાખવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને જેલ નંબર 7માં રાખવામાં આવ્યા છે. આ જેલમાં ED અને CBI સાથે જોડાયેલા કેદીઓને રાખવામાં આવે છે.
21 માર્ચે EDએ કરી હતી ધરપકડ
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને 28 માર્ચ સુધી તેમને પ્રથમ વખત ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં, જ્યારે કેન્દ્રીય એજન્સીએ ફરીથી કસ્ટડીની માંગ કરી, ત્યારે કોર્ટે તેની ED કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાવી.
ADVERTISEMENT