Gujarati News: હાલમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વિવિધ પક્ષોમાં હલચલ જોવા મળી રહી છે ત્યારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, નવા નેતાઓની પસંદગી થશે અને તેમાં નો રિપીટ થિયરી પ્રમાણે નિશ્ચિત કરાશે. નવા કાર્યકરો તક મળશે, 1500 જેટલા પદ પર નિયુક્તિ કરવામાં આવશે.
ADVERTISEMENT
નવા ટેલેન્ટનો લોકહિતમાં ઉપયોગઃ પાટીલ
પાટીલે કહ્યું કે, ભાજપની તો પરંપરા રહી છે. જે ચાર પદ છે મેયર, ડે. મેયર, સ્ટેડિંગ મેયર તથા કમિટિ ચેરમેન કે જિલ્લા પ્રમુખો તેમને નો રિપીટેશનમાં લઈ જવાનું નક્કી કરાયું છે. જેને કારણે હવે નવા કાર્યકર્તાઓને પણ તક મળશે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી 90.5 ટકા સીટ જીતી છે, જેને કારણે નવા લોકોને પણ તક મળવી જોઈએ અને તેમના ટેલેન્ટનો લોકહિતમાં ઉપયોગ થઈ શકે.
BREAKING: CM ભૂપેન્દ્ર પટેલ પુત્ર અનુજ પટેલને લઈ આવ્યા ગુડ ન્યૂઝ, 3 મહિના બાદ સ્વસ્થ થઈને ઘરે આવ્યા
તેમણે કહ્યું કે, નવા લોકોને તક મળે તે માટે નો રિપીટ થિયરી મુજબ કામ કરવાનો નિર્ણય કરાયો છે. જનરલ બેઠક પર જનરલ કેટેગરીના લોકોની જ નિમણૂક થશે. ગુજરાતમાં લોકોને સારો વહીવટ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. અગાઉ હોદ્દા પર રહી ચુક્યા હોય તેમને ફરી હોદ્દો આપવાની શક્યતા ઓછી છે.
ક્યાંક ખુશી ક્યાંક અણગમો પણ
ઉલ્લેખનીય છે કે હાલમાં જ્યાં પક્ષપલ્ટાની મોસમ ખીલે તેમ છે તેવા સંજોગોમાં અન્ય પક્ષોમાંથી આવતા નેતાઓને હોદ્દા આપવાના ભાજપની નેતાગીરી પર સતત લાગતા આરોપો વચ્ચે આ નિર્ણય એક મલમની જેમ કામ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. હાલમાં જ્યાં કાર્યકરોમાં આ કારણે છૂપી નારાજગી જોવા મળી રહી હતી ત્યાં હાઈ કમાન્ડે આ નિર્ણય કરતા તે કાર્યકરોમાં રાહતની લાગણી જરૂર જોવા મળશે પરંતુ જે નેતાઓ પોતાના હોદ્દાને ચોંટીને જ હંમેશા ચાલ્યા છે તેવા નેતાઓ માટે ખુરશી છોડવી મોટો આઘાત સાબિત થઈ શકે છે જેનું નુકસાન પણ તમામ ગણિતો સાથે જોડીને પાર્ટીએ જોવું પડશે.
ADVERTISEMENT