CR Patil Unjha Visit: ગુજરાતમાં બુથ સમિતિના પ્રમુખોનું સમ્માન કરવાના કાર્યક્રમ અંતર્ગત આજે મહેસાણાના ઊંઝા ખાતે ભાજપનું બુથ સમિતિના પ્રમુખનું સમ્માન કરવામાં આવ્યું હતું. અહીં એવા બુથ સમિતિના પ્રમુખોનું સમ્માન કરાય છે જેના બુથમાં 5000 કરતા વધારે મત આવ્યા હોય. દરમિયાન ઊંઝા ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ઘણા કટાક્ષ સાથે સીધી લીટીમાં પક્ષના કાર્યકરોથી લઈ વગદાર નેતાઓને પણ સમજાવી દીધા હતા.
ADVERTISEMENT
RAJKOT માં ફૂડ માર્કેટનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો દટાયા, 1 મોતની આશંકા
આપણે બંધ કરાવી દીધું, ઈલુ ઈલુ નહીંઃ પાટીલ
સીઆર પાટીલે આ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, સહકારી ક્ષેત્રમાં ઈલુ ઈલુ આપણે બંધ કરાવી દીધું છે. હવે સીધુ ભાજપના મેન્ડેટ પર છે. ભાજપે સહકારી ક્ષેત્રમાં કબ્જો કર્યો, હવે તો જ્યારે હું 182 સીટ જીતવાની વાત કરતો ત્યારે તો કોરોનાનો સમય હતો લોકો મુછમાં હસતા તો પણ ખબર પડતી નહીં. પણ મને ખબર હતી. મારું ગણિત હતું અને આખરે 182માંથી 156 સીટ પર આપણે વિજય મેળવ્યો. સહકારી ક્ષેત્રમાં પશુપાલકોની કમાણી વધે તે રીતે કામ કર્યું છે.
26 બેઠકો 5 લાખ લીડથી જીતવી છે- ભાજપ અધ્યક્ષ
સીઆર પાટીલે એ પણ કહ્યું કે, અગાઉ પણ 26માંથી 26 જીત્યાની વાત મળી ત્યારે મેં નક્કી કર્યું કે હવે નવું કરવું છે. હવે આપણે 26માંથી 26 સીટ 5 લાખ લીડથી જીતવી છે. આપણે કાર્યકર્તાઓની તાકાત સમજી છે. હું આવ્યો ત્યારથી જ કહ્યું હતું કે કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ કાર્યકરનું અપમાન નહીં કરે, આજે આટલા વર્ષો પછી એક પણ ફરિયાદ મળી નથી કે મારી સાથે ચૂંટાયેલા પ્રતિનિધિએ અયોગ્ય વર્તન કર્યું હોય. આ કાર્યકરોની તાકાતથી આપણે જીતી શક્યા છીએ. નેતાઓએ વહીવટ કર્યો સારો કર્યો હવે નવાને તક મળશે માટે નો રિપીટ થિયરી. ઘણા સ્થાનો પર પોતાનું બુથ પણ હારી જાય તેને થોડું નેતૃત્વ મળે? નુકસાની વાળા પીસને ટિકિટ ના અપાય.
ADVERTISEMENT