ગુજરાત તકના બેઠક કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સી આર પાટિલે હાર્દિક પટેલને ભાજપમાં જોડવા અંગે કહ્યું કે કેટલાક નિર્ણય પોલિટિકલ હોય છે. કેટલાક નિર્ણયો સામે વાળી પાર્ટીને નબળી કરવા માટે હોય છે મને એવું ચોક્કસ લાગે છે કે જે લોકો કોંગ્રેસ છોડી આવી રહ્યા છે તેમની ચિંતા કોંગ્રેસે કરવી જોઈએ. કોંગ્રેસમાં કોઇ ભાજપનો આગેવાન જોડાયો નથી. ભાજપમાં કોઈ વ્યક્તિ કોઈ લાલચથી જોડાયા નથી. મજબૂત વિપક્ષ અંગે જણાવતા કહ્યું કે અમારી સામે ફક્ત કોંગ્રેસ છે.
ADVERTISEMENT
સુપર સીએમ અંગે સવાલ પૂછવામાં આવતા પાટિલે જણાવ્યું કે, મે આજ દિવસ સુધીમાં કોઈ પણ અધિકારીને ક્યારે પણ કોઈ પણ કામ માટે ફોન નથી કર્યો અને એટલા માટે કોઈ પણ વહીવટી કામગીરીમાં દખલગીરી કરી એવો એક પણ દાખલો આપે તો હું રાજીનામું આપવા તૈયાર છું. આજે આક્ષેપબાજી કરવી તે તો તેમનું કામ છે. મુખ્યમંત્રીએ ચર્ચા વિચારણા જરૂર કરીએ છીએ. પણ વહીવટી વાતમાં ક્યારેપણ તેમના પર પ્રેસર નથી કર્યું સજેશન પણ નથી કર્યું. નીતિવિષયક વાતમાં કોર ગ્રુપ સાથે બેસી નિર્ણય કરીએ છીએ. વહીવટમાં દખલગીરી નથી કરી. કોઈ અધિકારીને ડાયરેક્ટ સીધી સૂચના નો એક પણ બનાવ નથી.
લઠ્ઠા કાંડ અંગે પાટિલે જણાવ્યું કે આટલા બધા મૃત્યુ પર પોલિટીકલ ગેઈન લેવાનો પ્રયત્ન અન્ય પક્ષો કરી રહ્યા છે. દારૂ પર સખતાઇ કરવાના કારણે દારૂની આવેલીબિલિટી ન હતી તેમના કારણે આ કેમિકલ પીધું અને આ બનાવ બન્યો. લઠ્ઠા કાંડને તેની સાથે જોડવાનો પ્રયતન કરનારે સમજવું જોઈ એ. દારૂ જો સરળતાથી મળતો હોત તો આ પ્રશ્ન આવ્યો જ ના હોત.
ADVERTISEMENT