પંજાબમાં AAP એ OPSનું ગોઠવ્યું સોગઠુ, ગુજરાત સરકાર નિશાના પર

અમદાવાદ: ગુજરાતમાં સરકાર બનાવવા આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતને કેન્દ્રમાં રાખી પંજાબ અને દિલ્હીમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે…

bhagwant mann

bhagwant mann

follow google news

અમદાવાદ: ગુજરાતમાં સરકાર બનાવવા આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતને કેન્દ્રમાં રાખી પંજાબ અને દિલ્હીમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પંજાબ સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું પંજાબમાં સોગઠું ગોઠવી ગુજરાતમાં વિકેટ પાડવાની તૈયારી કરી છે.

ગુજરાતમાં વિવિધ આંદોલનોએ સરકારની ભિસમાં લેવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. ગુજરાતના આંદોલનોને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પંજાબ સરકારે રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા નિર્ણય કરી રહી છે. આ અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરી આ અંગે જણાવ્યું છે.

મારી સરકાર જૂની પેન્શન સિસ્ટમ (OPS) પર પાછા ફરવાનું વિચારી રહી છે. મેં મારા મુખ્ય સચિવને તેના અમલીકરણની શક્યતા અને પદ્ધતિઓનો અભ્યાસ કરવા કહ્યું છે. અમે અમારા કર્મચારીઓના હિત માટે પ્રતિબદ્ધ છીએ.

ગુજરાતમાં જૂની પેન્શનને લઈને સરકાર સામે આંદોલન છેડ્યું છે ત્યારે આજે પંજાબ સરકારે નગારે ઘા માર્યો છે. પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. આ મામલે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે પણ ટ્વિટ કર્યું છે અને આ સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ ટ્વિટ કર્યું છે.

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું કે, વાહ! એક મહાન નિર્ણય. ભારતભરના તમામ સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા માંગે છે.

ગોપાલ ઇટલીયાએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો.

કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે. જય હિન્દ.

આગામી સમયમાં આમ આદમી પાર્ટી આ મામલે સરકારને ઘેરવાનો પૂરતો પ્રયાસ કરશે. આવતી કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમની સભામાં આ મુદ્દો ચર્ચામાં રહેશે.

    follow whatsapp