અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આરોપ પ્રત્યારોપની રાજનીતી ચાલુ થઈ ચૂકી છે ત્યારે બીજી તરફ નેતાઓની નારાજગી પણ સામે આવવા લાગી છે. આ સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવાની શરૂઆત પણ કરી દીધી છે. પહેલી વખત એવું બન્યું છે કે ચૂંટણી પહેલા 3 મહિને ઉમેદવારની જાહેરાત થઈ હોય ત્યારે હવે ટૂંક સમયમાં કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીના રસ્તે ચાલવાની છે. કોંગ્રેસ ટૂંક સમયમાં એક સાથે 40 ઉમેદવારોની યાદી જાહેર કરશે.
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોંગ્રેસ પોતાના 40 ઉમેદવારોની યાદી જાહેર કરશે. કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર છે. ત્યારે હવે ગુજરાતમાં સત્તા મેળવવા માટે એડી ચોંટીનું બળ લગાવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ એક પછી એક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. હવે કોંગ્રેસ આમ આદમી પાર્ટીની જેમ વહેલા ઉમેદવાર જાહેર કરી અને જનતા સુધી પહોંચવાનો અને પોતાની વાત રાખવાનો સમય આપવા માંગે છે. ગુજરાતમાં જે બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા નથી થયા તે બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે.
મુખ્ય નિરીક્ષક કરશે નામની જાહેરાત
ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ફરી ગુજરાતના પ્રવાસે આવી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે એક સાથે 40 ઉમેદવારની યાદી જાહેર કરશે.
વિખવાદ વધવાની સંભાવના
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ છે ત્યારે હવે કોંગ્રેસ જો કોંગ્રેસ ચૂંટણીના 3 મહિના પહેલા ઉમેદવાર જાહેર કરે તો કોંગ્રેસમાં વિખવાદ વધવાની સંભાવના પણ વધુ છે. જે નેતાને કાપવામાં આવે તે નેતાની નારાજગીથી જીતવાનું સમીકરણ બગડી શકે છે.
2017માં 88 ઉમેદવાર કોંગ્રેસના જીત્યા
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ માટે આકરા ચડાણ હતા ત્યારે ભાજપ 100 બેઠક પણ મેળવી શકી ન હતી. કોંગ્રેસ માટે હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર હુકમનો એક્કો હતા અને કોંગ્રેસે 88 બેઠક મેળવી હતી. હવે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે. આ ઉપરાંત હવે ગુજરાતની ચૂંટણી મેદાને આમ આદમી પાર્ટી પણ ઉતરી ચૂકી છે. હવે કોંગ્રેસ 2017થી વધુ બેઠક મેળવી શકે છે કે નહીં તે જોવાનું રહ્યું. 2022માં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 88 માંથી 64 પર આવી ચૂકી છે.
ADVERTISEMENT