અમદાવાદ: ગુજરાત એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ એટલે કે GAAR એ પરાઠા અને રોટીને અલગ-અલગ ધ્યાનમાં લેતા પરાઠા પર ઊંચા GST દર વસૂલવાનું કહ્યું છે. સૂચનાઓ બાદ હવે પરાઠા પર 18 ટકા જીએસટીની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જન વિરોધી નિર્ણય ગણાવ્યો છે.
ADVERTISEMENT
સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું:મનીષ દોશી
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારનો વધુ એક જન વિરોધી નિર્ણય જે રીતે રીતે પહેલા દૂધ, છાસ અને રોજ ની જીવન જરૂરી વસ્તુ પર GST 5 ટકા લાગુ કર્યા બાદ 12 થી 154 ટકા મોંઘવારી માં વધારો થયો પણ સરકારના પેટનું પાણી વધતું નથી. એક તરફ ટેક્સના નામે લુંટ, જીએસટીના નામે લૂંટ કારોબાર ખતમ, સામાન્ય માણસની જીવન જીવવું મુશ્કેલ. મોંઘવારી અને બેરોજગારી આસમાને છે આ સંજોગોની અંદર સરકારે જનતાને વધુ એક માર આપ્યો છે. તે છે પરોઠા પર પણ 18 ટકા જીએસટી. મને લાગે છે કે સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે.
લોકોની મુશ્કેલીમાં થશે વધારો
આ લૂંટ ના કારોબારના કારણે પેટ્રોલ ડીઝલ અને સીએનજી પર તો લૂટ ચલાવે છે 27 લાખ કરોડની એક્સાઈઝ ડયુટીના નામે લુંટ ચલાવી લીધી હવે લોકોને ખાદ્ય પદાર્થ પણ ઉપલબ્ધ ન થાય તેવો કેન્દ્ર સરકારનો જન વિરોધી નિર્ણય છે. આના કારણે સામાન્ય માણસને પણ જીવન માટે બે ટાઈમ ખાવા માટે રોજી રોટી માટે પણ જે મુશ્કેલી પડતી હતી તેમાં વધારો થશે. સરકાર નથી રોજગાર આપતી.
ADVERTISEMENT