કોંગ્રેસના MLAને વિધાનસભામાં મળી ભાજપમાં જોડાવાની ખુલ્લી ઓફર, આપનાર નેતા પણ પૂર્વ કોંગ્રેસી

Gujarat Assembly Monsoon Session : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાતના વિધાનસભાના ત્રણ દિવસીય સત્રના અંતિમ દિવસે પણ ભારે હોબાળો થયો હતો.

કોંગ્રેસની વધુ એક વિકેટ પડશે?

Gujarat Assembly Monsoon Session

follow google news

Gujarat Assembly Monsoon Session : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાતના વિધાનસભાના ત્રણ દિવસીય સત્રના અંતિમ દિવસે પણ ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જસદણમાં બાળકી પર થયેલા દુષ્કર્મની વાત કરતા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પોત-પોતાની જગ્યાએ ઉભા થઈ ગયા હતા. જે બાદ વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને જીગ્નેશ મેવાણીને બેસાડી દેવા કહ્યું. જોકે, જીગ્નેશ મેવાણી નીચે ન બેસતા તેમને ગૃહમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક એવી ઘટના બની જેણે ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.  

ભાજપ નેતાએ કોંગ્રેસ નેતાને કરી ઓફર

ચોમાસું સત્રના છેલ્લા દિવસે વિધાનસભા ગૃહમાં પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને  ભાજપમાં જોડવાની જાહેરમાં ઓફર કરી હતી. ચોમાસું સત્ર દરમિયાન શૈલેષ પરમારે રંગા બિલ્લા શું હતું? તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં અર્જુન મોઢવાડિયાએ શૈલેષ પરમારને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઓફર કરી હતી. 

તમે પણ આ બાજુ આવતા રહોઃ અર્જુન મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ, હું તો છૂટ્યો. ત્યાં તમારું અને મારું કઈ ચાલતું નહોતું અને તમારું તો હજુ પણ ત્યાં ચાલતું નથી. ઉપરથી આવે એજ કરવું પડે છે. પરસેવાની કોઈ કિંમત જ નથી. તમે પણ આ તરફ આવતા રહો. 

મોઢવાડિયાની ઓફર બાદ રાજકારણ ગરમાયું

ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર દરમિયાન ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ નેતાને ભાજપનો ખેસ ધારણ કરવાની ઓફર કરતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. તો બીજીબાજુ અટકળોનું બજાર પણ ગરમાયું છે. લોકો એવી ચર્ચાઓ કરી રહ્યા છે કે શું હવે શૈલેષ પરમારની વિકેટ પડવાની છે? 

લોકસભા પહેલા કર્યો હતો પક્ષપલટો

આપને જણાવી દઈએ કે, અર્જુન મોઢવાડિયાની ગણતરી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થતી હતી. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા જ તેઓ કોંગ્રેસને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને પોરબંદર બેઠક પરથી  ભાજપની ટિકિટ પર વિધાનસભાની પેટાચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

    follow whatsapp