અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. નેતાઓ સતત નિવેદનો આપી ચર્ચામાં રહે છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે ભાજપ મતદાર યાદીમાં ગોલમાલ કરવામાં આવી રહી છે આ મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ અમિત ચાવડા પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે અત્યારથી કોંગ્રેસ હાર ભાળી ગઈ છે
ADVERTISEMENT
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તો એક બાદ એક નેતાઓના નિવેદનોથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમિત ચાવડાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ મતદાર યાદીમાં ગોલમાલ કરી રહ્યા છે. અમિત ચવડાના મતદાર યાદીના નિવેદનને લઈને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, મતદાર યાદીમાં ભાજપે કઈ જગ્યા એ ગોટાળા કર્યા છે. એકાદ તો સાબિતી તમે લઈ આવો.
કોંગ્રેસ હાર ભાળી ગઈ
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણી પંચએ સ્વાયત છે. તમે જે ઇવીએમ પર જે ઠીકરા ફોડો છો તો ઠીકરા ફોડવાનો અધિકાર ફક્ત કોંગ્રેસનો છે. કોંગ્રેસ હાર્યા બાદ ઇવીએમ પર ઠીકરા ફોડે છે. જીત્યા પછી રાજસ્થાનમાં ઇવીએમ પર ઠીકરા નથી ફોડયા, મધ્યપ્રદેશમાં જીત્યા ત્યારે પણ ઠીકરા નથી ફોડયા. ગુજરાતમાં પણ જ્યાં જ્યાં જીત્યા છે ત્યાં ઇવીએમ પર ઠીકરા નથી ફોડયા પણ જય તમે હારો છો ત્યાં ઇવીએમ ઠીકરા ફોડવામાં આવે છે. બે મોઢાની વાતો મહેરબાની કરીને બંધ કરો અને ચૂંટણી પંચ પર આરોપ લગાવવાનું બંધ કરો. અત્યારથી કોંગ્રેસ હાર ભાળી ગઈ છે
ADVERTISEMENT