અમદાવાદ: દેશમાં કોઈ પણ જગ્યાએ ચૂંટણી હોઇ ત્યારે અનેક મુદ્દા સામે આવતા હોય છે. આ દરમિયાન કોંગ્રેસનો એક મુદ્દો કોમન હોય છે તે છે EVM. જ્યારે કોંગ્રેસની હાર થાય છે ત્યારે EVMને લઈને સવાલો કરે છે. ત્યારે હવે ચૂંટણી પહેલા કોંગ્રેસે EVMને લઈ પૂર્વ તૈયારી કરી દીધી છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા EVM ને લઈ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
કોઈ પણ ચૂંટણી હોય ત્યારે EVM ને લઈને અનેક સવાલો ઉઠયા છે. ત્યારે હવે ફરી એક વખત EVM ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કોંગ્રેસે EVM પર વોચ રાખવાથી લઈ ને EVMમાં થતાં ચેડાં અટકાવવા માટે તૈયારી કરી દીધી છે. આ તૈયારીને લઈ જગદીશ ઠાકોરે કહ્યું કે ભાજપ જેટલા મશીનો જેવા લાવવા હોય એ લાવે પરતું અમે એવા કોમ્પ્યુટર એન્જિનિયરો મુક્યા છે જે એમનું ગજ વાગવા દેવાના નથી.
કોંગ્રેસ EVM પર રાખશે વોચ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મહેસાણાના કડીમાં જાહેર મંચ પરથી EVM પર નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું, ભાજપ જેટલા મશીનો જેવા લાવવા હોય એ લાવે પરતું અમે એવા કોમ્પ્યુટર એન્જિનિયરો મુક્યા છે જે એમનું ગજ વાગવા દેવાના નહી અમે . EVM ફેક્ટરીમાંથી ગુજરાતમાં આવે ત્યાં સુધી ચોકી મૂકી છે. જ્યારે ચુંટણી બુથથી કલેકટરમા આવે ત્યાં સુધી અને EVM કલેકટર માંથી મામલતદારમા આવે ત્યાં સુધી ચોકી ગોઠવી દેવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભાજપવાળા શું કરી શકે તેમ છે અને અમે શું નહી થવા દઈએ ? એની તમારા વતીની તમામ તૈયારી કરી દીધી છે.
ADVERTISEMENT