કોંગ્રેસને મારાથી કોઇ નુકસાન નથી: જીગ્નેશ મેવાણી

ગુજરાત તકના બેઠક કાર્યક્રમમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, 2017 ની ચૂંટણીમાં જે 6-7 % નો ગેપ રહ્યો અને 8 થી 10 સિતનો ફેરફાર રહ્યો તે…

gujarattak
follow google news

ગુજરાત તકના બેઠક કાર્યક્રમમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, 2017 ની ચૂંટણીમાં જે 6-7 % નો ગેપ રહ્યો અને 8 થી 10 સિતનો ફેરફાર રહ્યો તે એટલો નથી કે ભૂસી ના શકાય. આ વખતે જનતાની સરકાર બને, ખેડૂતો, પશુપાલકો, દલિત, બેરોજગારની જરૂરિયાત મુજબની નવા ગુજરાતની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યા છીએ. તમામ સરકારી પદો પર ભરતી કરવી, આઉટસોર્સિંગની જગ્યાએ કાયદી કર્મચારી ભરવા, નર્મદા કેનાલ નેટવર્ક બનાવવું, દરેક જિલ્લે જિલ્લે ઉદ્યોગપતિ બનાવવા અમારા મુદ્દા છે. હું આપને નહી માત્ર કોંગ્રેસને કઇ રીતે જોઉ છું તે કહો, NID,IIM, ISRO બનાવ્યા અને નાના માણસના ફાયદા માટે મનરેગા પણ બનાવ્યું. હું બેરજગાર યુવાનો, ગુજરાતના મુદ્દાઓને ઉપાડુ છુ માટે રાજકારણમાં છું હું SC છું એટલે રાજનીતિમાં નથી.

મારો કોઇ ગોડફાધર નથી
હાર્દિક પટેલ સામે 7 વર્કિંગ પ્રેસિડેન્ટ ઉતારવા મુદ્દે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે અમે એક સે ભલે ચાર એવી નીતિથી કામ કર્યું હતું. આની સાથે જ હાર્દિકે તમને કોંગ્રેસ પાર્ટીમાં એન્ટ્રી અપાવી એ અંગે મેવાણીએ કહ્યું કે મને કોંગ્રેસમાં લાવનાર હું પોતે છું, મને કોઇ લાવનાર નથી, મારો કોઇ ગોડફાધર નથી. ગુજરાત કોંગ્રેસમાં સરખુ જ મહત્વ મળી રહ્યું છે, કોંગ્રેસમા અસંતોષ જેવી કોઇ બાબત નથી. કોંગ્રેસમાં અમે બધા એકતા સાથે કામ કરીએ છીએ. AIMIM વિશે મેવાણીએ જણાવ્યું કે. દરેક પોલિટિકલ પાર્ટી પોતાનું કામ કરે છે, તે મારો વિષય નથી. મારે શું કરવું એ મારા પર રહેલું છે. કોંગ્રેસને મારાથી કોઇ નુકસાન નથી, કોન્ટ્રોવર્સિ જેટલી થાય તેટલું મારા માટે જ ફાયદો છે.

જિગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં સરકારી નોકરીમાં જેટલી ખાલી જગ્યા છે એટલી બધી અમે ભરીશું. વધુમાં અમે આઉટસોર્સિંગની જગ્યાએ કાયમી કર્મચારી ભરવા, નર્મદા કેનાલ નેટવર્ક બનાવવું, દરેક જિલ્લે જિલ્લે ઉદ્યોગપતિ બનાવવા અમારા મુદ્દાઓ છે. આની સાથે કોંગ્રેસે પાર્ટી તરીકે જે ભુલો કરી તેને સુધારીને પછી અમે આગળની રણનીતિ નક્કી કરીશું. નવી પેઢીના લોકોને આપના માધ્યમથી અપીલ કરું છું કે પોલિટિકલ અવેર થવું તે પણ એક રાજનીતિ છે.

મીડિયા પર સાધ્યું નિશાન
મેવાણીએ જણાવ્યું કે કોંગ્રેસના એકપણ કાર્યક્રમો ચેનલો લાઈવ જ નથી કરતી. રાજસ્થાનમાં મોટો મોંઘવારીને લઈને કાર્યક્રમ થયો હતો અને ગુજરાતના તાલુકાઓમાં પણ અમે વિવિધ સ્થળે કાર્યક્રમો કર્યા જ છે.

ભાજપમાં જોડાવવું ઇમપોસીબલ
જીગ્નેશ મેવાણીને ભાજપકે અન્ય પક્ષમાં જોડાવવા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, પૃથ્વીનો ગોળો ઊલટો થઈ જાવું અશક્ય છે છતાં પણ થઈ જાય તો પણ ભાજપમાં જોડાવવું મારા માટે અશક્ય છે.

તો કોંગ્રેસ સફળ થશે
કોંગ્રેસે વધારે મજબૂતીથી લડવું પડશે, વધારે ફ્રેશ આઈડિયા આપવા પડશે. નવા ગુજરાતની બ્લૂપ્રિન્ટ ગુજરાતના ગામે ગામ નાગરિકો સુધી પહોંચાડવા પ્રયાસ કરીશું તો સફળતા મળશે. ગુજરાતમાં બેરોજગારીનો સવાલ પિક ઉપર છે. ગુજરાતમાં તબક્કાવાર ભરતી કરીશું.

 

    follow whatsapp