Congressનું મિશન 2022: 39 સભ્યોની ચૂંટણી સમિતિ જાહેર, રઘુ શર્મા સહિત બીજા કોને મળ્યું સ્થાન?

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણીને લઈને આયોજનોમાં લાગી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ હવે ધીમે ધીમે એક્ટિવ થઈ…

gujarattak
follow google news

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણીને લઈને આયોજનોમાં લાગી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ હવે ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે. એવામાં કોંગ્રેસ દ્વારા ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા કુલ 39 ચૂંટણી ઈન્ચાર્જની જાહેરાત કરાઈ છે. જેમાં ડો. રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓને સમાવેશ કરાયો છે.

કોંગ્રેસે જાહેર કરેલી ચૂંટમી સમિતિ

  • ડો. રઘુ શર્મા
  • જગદીશ ઠાકોર
  • સુખરામ રાઠવા
  • મધુસુદન મિસ્ત્રી
  • શક્તિસિંહ ગોહિલ
  • ભરતસિંહ સોલંકી
  • અર્જૂન મોઢવાડિયા
  • સિદ્ધાર્થ પટેલ
  • અમિત ચાવડા
  • મોહનસિંહ રાઠવા
  • પરેશ ધાનાણી
  • નારાયણ રાઠવા
  • તુષાર ચૌધરી
  • શૈલેષ પરમાર
  • દીપક બાબરીઆ
  • કદીર પીરઝાદા
  • હિંમતસિંહ પટેલ
  • લલિત કગથરા
  • જિગ્નેશ મેવાણી
  • ઋત્વિક મકવાણા
  • અમરીશ ડેર
  • ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
  • અમીબેન યાજ્ઞિક
  • સોનલબેન પટેલ
  • હિમાંશુ વ્યાસ
  • લાલજીભાઈ દેસાઈ
  • સી.જે ચાવડા
  • પુંજાભાઈ વંશ
  • પ્રેસિડેન્ટ ઓફ ઓલ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન
  • ચેરપર્સન ઓફ વેરિયસ ઈલેક્શન કમિટી
  • વિરજીભાઈ ઠુમ્મર
  • ગ્યાસુદ્દીન શેખ
  • રઘુ દેસાઈ
  • અનંત પટેલ
  • વિક્રમ માડમ
  • નૌશાદ સોલંકી
  • ચંદ્રિકાબેન ચુડાસમા
  • લાભા ભરવાડ
  • બળદેવજી ઠાકોર

3 જિલ્લામાં અધ્યક્ષની જાહેરાત
આ સાથે જ કોંગ્રેસ છોટા ઉદેપુર, ભરુચ શહેર તથા ગીર સોમનાથમાં જિલ્લામાં અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષના નામની પણ જાહેરાત કરી છે. જેમાં છોટા ઉદેપુરમાં દેવેન્દ્ર રામચંદ્ર તિવારી અધ્યક્ષ બનાવાયા છે. જ્યારે જગાભાઈ તેરાસિંગભાઈ રાઠવાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. હરિશ મોહનભાઈ પરમારને ભરૂચ શહેરના અધ્યક્ષ તથા કરસનભાઈ ભૂપતભાઈ બારડને ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોત અને રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી વેણુગોપાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ બંને નેતાએ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, લોકસભા ઈન્ચાર્જ સાહિતીના આગેવાનો સાથે આગમી ચૂંટણીને લઈ રણનીતિ ઘડી હતી. આ દરમિયાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી ચૂંટણી લડશે અને જીતશે.

અશોક ગેહલોતનું રાજસ્થાન મોડલ – કોંગ્રેસ મોડલ જે દરેક જગ્યાએ લાગુ થશે
ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો અશોક ગેહલોતે મીડિયા સાથેની વાતચીતમાં નીચે મુજબની યોજનાઓને તાત્કાલિક ધોરણે અમલમાં લાવવા જણાવ્યું હતું.

1. મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના – તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર, રૂ. 5 લાખનો અકસ્માત વીમો.
એમઆરઆઈ, સીટી-સ્કેન, એક્સ-રે, બ્લડ ટેસ્ટ, કોવિડ ટેસ્ટ સહિતના તમામ પરીક્ષણો મફતમાં થશે.
ઓર્ગન (કિડની, લીવર, હાર્ટ વગેરે) – બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાન્સપ્લાન્ટ અને ઈમ્પ્લાન્ટ સહિત ઓક્યુલર ઈમ્પ્લાન્ટ વિના મૂલ્યે થશે.

2. જૂની પેન્શન સ્કીમ (પ્રી-પેન્શન સ્કીમ) – 1 જાન્યુઆરી 2004 પછી નિમાયેલા સરકારી કર્મચારીઓ માટે પૂર્વ-પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે.

3 અલગથી કૃષિ બજેટ – રાજસ્થાનના 33 માંથી 16 જિલ્લામાં દિવસ દરમિયાન કૃષિ વીજળી આપવામાં આવે છે, બાકીની આગામી વર્ષ સુધી આપવામાં આવશે.

  • કૃષિ વીજ જોડાણ પર દર મહિને રૂ. 1000ની સબસીડી,

4. દૂધ આપનારી ડેરી ખેડૂતોને પ્રતિ લીટર રૂ.5ની સબસીડી આપશે.

5. ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના અમલમાં મુકવામાં આવશે.

6 ઉત્તમ કોવિડ મેનેજમેન્ટ

  • કોવિડમાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 50,000 રૂપિયાની આર્થિક સહાય અપાશે
  • વિધવા મહિલાઓ 1 લાખ અને વિધવા પેન્શન આપવામાં આવી રહ્યું છે.
  • અનાથ બાળકોને 1 લાખ રૂપિયા રોકડા, 5 લાખ રૂપિયાની FD, સહાયક પેન્શન અને શિક્ષણ આપવામાં આવે છે.

7 ઇન્દિરા રસોઈ યોજના- અત્યારે 8 રૂપિયામાં ગુણવત્તાયુક્ત ભોજન 358 જગ્યાએ આપવામાં આવી રહ્યું છે, જેને સરકાર 1000 સ્થળે ઉપલબ્ધ કરાવવા કામગીરી કરી રહી છે.

8. ગેહલોતે નોકરી મુદ્દે કહ્યું કે – અત્યારસુધી 1 લાખ 29 હજાર નોકરીઓ આપવામાં આવી છે, જ્યારે 1 લાખ પ્રક્રિયામાં છે અને 1 લાખ વધુ આપવામાં આવશે. વળી ગુજરાતમાં 14 પેપર લીક કૌભાંડો થયા છે જ્યારે રાજસ્થાનમાં એક જ ઘટનામાં દોષીતોને જેલમાં મોકલ્યા અને ફરી પેપર કરાવ્યા.

9. એજ્યૂકેશન મોડલ- 1400 નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવી છે.

    follow whatsapp