ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, AIMIM ના ઉમેદવારે જાહેર કર્યું સમર્થન

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકિય સમીકરણો સતત બદલાયા કરે છે. ચૂંટણીને લઈ અનેક નવા સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. આ દરમિયાન તોડ જોડણી રાજનીતિએ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકિય સમીકરણો સતત બદલાયા કરે છે. ચૂંટણીને લઈ અનેક નવા સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. આ દરમિયાન તોડ જોડણી રાજનીતિએ પણ ગુજરાતમાં વેગ પકડ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે AIMIM પણ મેદાને ઉતારી ચૂક્યું છે. ત્યારે AIMIM એ અમદાવાદની બાપુનગર બેઠક પરથી શાનવાઝ ખાનને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. જેમણે પોતાનું નામાંકન પરત ખેચી અને કોંગ્રેસના ઉમેદવાર હિમતસિંહ પટેલને સમર્થન જાહેર કર્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. નવા નવા રાજકીય સમીકરણો તૈયાર થઈ ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસે AIMIM પર મોટો ખેલ પડ્યો છે. AIMIM ના ઉમેદવાર શાનવાઝ ખાને પોતાના તરફી કર્યા છે. શાનવાઝ ખાને પોતાનું ઉમેદવારી પત્ર પરત લીધું છે. જ્યારે બીજી તરફ તેમણે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને ટેકો જાહેર કર્યો છે.

35 ઉમેદવારો મેદાને
અમદાવાદના બાપુનગરની બેઠક પરથી હજુ 35 ઉમેદવારો મેદાને છે જેમાંથી આજે AIMIM ના ઉમેદવાર શાનવાઝ ખાને પોતાનું ઉમેદવારી પત્ર પરત લીધું છે. જ્યારે બીજી તરફ હજુ 21 તારીખ સુધી ઉમેદવારી પત્ર પરત લઈ શકાશે. જેમાં હજુ 34 ઉમેદવારો મેદાને છે. હજુ ફોર્મ પરત ખેચાંઇ તેવી સંભાવના ઓ છે.

1112 ફોર્મ માન્ય રહ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કામાં કુલ 93 બેઠકો છે. જેના પર કુલ 1515 ફોર્મ ભરાયા હતા. જેના પર ઉમેદવારી ચકાચણીની છેલ્લી તારીખ 18 નવેમ્બર હતી. જેમાથી 1112 ફોર્મ માન્ય રહ્યા છે. જો કે ઉમેદવારી ખેચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. 5 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ આવશે.

    follow whatsapp