અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના જંગમાં હવે કોંગ્રેસ તરફથી અશોક ગેહલોતે મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે રાજસ્થાન મોડલથી ગુજરાતીઓને આકર્ષવાનું પગલું ભર્યું છે. આ મુદ્દે તેમણે MLA સાથે બેઠક પણ કરી હતી તથા કોંગ્રેસની સ્પેશિયલ 7 યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી. તેમણે આની સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ સંદેશો આપ્યો હોવાની વાત પણ કરી હતી. ચલો તેમણે આપેલી ગેરન્ટી પર નજર કરીએ…
ADVERTISEMENT
રાજસ્થાન મોડલ વિશે કહી મોટી વાત…
અશોક ગહેલોતે કહ્યું મેં ગુજરાત ચૂંટણી મુદ્દે અમારા MLA અને અન્ય કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી હતી. તેવામાં કેટલાક લોકો કહે છે કે કોંગ્રેસ પાર્ટી અત્યારે ગંભીર નથી. રાહુલ ગાંધીએ ગત ચૂંટણીમાં 3 મહિના અહીં વિતાવ્યા હતા. અહીં હું 7 એવી યોજનાઓ વિશે જણાવીશ કે જે સમગ્ર દેશમાં લાગૂ થઈ નથી. અમે આ મુદ્દે મોદીજી અને અમિત શાહને પણ વિનંતી કરી હતી કે તેઓ આ યોજનાનો દરેક સ્તરે અમલ કરાવે. અમારી ચિરંજીવ CM યોજના આયુષ્યમાન યોજના કરતા વધારે સારી સુવિધા આપી શકે છે. અમે જીતીશું તો ગુજરાતમાં પણ આ તમામ યોજનાઓ અમલી કરીશું.
ગેહલોતે વધુમાં યોજનાઓ વિશે જણાવ્યું…
- લોકોને પેન્શન માટે ખાસે યોજના મળશે. જેમાં તેઓ જેટલી રકમ જમા કરશે એટલી જ યોજના અંતર્ગત ઉમેરશે
- અમે ખેડૂતોને દિવસમાં મફત વીજળી આપીશું
- રાજસ્થાનના ગામમાં જેવી રીતે અમે અંગ્રેજી માધ્યમની શાળા ખોલી છે. તેવી જ રીતે અમે ગુજરાતના મેનિફેસ્ટોમાં જાહેરાત કરીશું.
અશોક ગેહલોતનું રાજસ્થાન મોડલ – કોંગ્રેસ મોડલ જે દરેક જગ્યાએ લાગુ થશે
ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો અશોક ગેહલોતે મીડિયા સાથેની વાતચીતમાં નીચે મુજબની યોજનાઓને તાત્કાલિક ધોરણે અમલમાં લાવવા જણાવ્યું હતું.
1. મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના – તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર, રૂ. 5 લાખનો અકસ્માત વીમો.
એમઆરઆઈ, સીટી-સ્કેન, એક્સ-રે, બ્લડ ટેસ્ટ, કોવિડ ટેસ્ટ સહિતના તમામ પરીક્ષણો મફતમાં થશે.
ઓર્ગન (કિડની, લીવર, હાર્ટ વગેરે) – બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાન્સપ્લાન્ટ અને ઈમ્પ્લાન્ટ સહિત ઓક્યુલર ઈમ્પ્લાન્ટ વિના મૂલ્યે થશે.
2. જૂની પેન્શન સ્કીમ (પ્રી-પેન્શન સ્કીમ) – 1 જાન્યુઆરી 2004 પછી નિમાયેલા સરકારી કર્મચારીઓ માટે પૂર્વ-પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે.
3 અલગથી કૃષિ બજેટ – રાજસ્થાનના 33 માંથી 16 જિલ્લામાં દિવસ દરમિયાન કૃષિ વીજળી આપવામાં આવે છે, બાકીની આગામી વર્ષ સુધી આપવામાં આવશે.
- કૃષિ વીજ જોડાણ પર દર મહિને રૂ. 1000ની સબસીડી,
4. દૂધ આપનારી ડેરી ખેડૂતોને પ્રતિ લીટર રૂ.5ની સબસીડી આપશે.
5. ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના અમલમાં મુકવામાં આવશે.
6 ઉત્તમ કોવિડ મેનેજમેન્ટ
- કોવિડમાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 50,000 રૂપિયાની આર્થિક સહાય અપાશે
- વિધવા મહિલાઓ 1 લાખ અને વિધવા પેન્શન આપવામાં આવી રહ્યું છે.
- અનાથ બાળકોને 1 લાખ રૂપિયા રોકડા, 5 લાખ રૂપિયાની FD, સહાયક પેન્શન અને શિક્ષણ આપવામાં આવે છે.
7 ઇન્દિરા રસોઈ યોજના- અત્યારે 8 રૂપિયામાં ગુણવત્તાયુક્ત ભોજન 358 જગ્યાએ આપવામાં આવી રહ્યું છે, જેને સરકાર 1000 સ્થળે ઉપલબ્ધ કરાવવા કામગીરી કરી રહી છે.
8. ગેહલોતે નોકરી મુદ્દે કહ્યું કે – અત્યારસુધી 1 લાખ 29 હજાર નોકરીઓ આપવામાં આવી છે, જ્યારે 1 લાખ પ્રક્રિયામાં છે અને 1 લાખ વધુ આપવામાં આવશે. વળી ગુજરાતમાં 14 પેપર લીક કૌભાંડો થયા છે જ્યારે રાજસ્થાનમાં એક જ ઘટનામાં દોષીતોને જેલમાં મોકલ્યા અને ફરી પેપર કરાવ્યા.
9. એજ્યૂકેશન મોડલ- 1400 નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવી છે.
ADVERTISEMENT