તાપીઃ આજે વિશ્વ આદિવાસી દિવસની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી સહિતના નેતાઓ દ્વારા આદિવાસી પરિવારોના ઘરે જઈ આદિવાસી ભોજનનો સ્વાદ માણવામાં આવ્યો હતો. હાલમાં મારી માટી મારો દેશ અભિયાનમાં સહભાગી થવા વનબંધુ વિસ્તાર એવા તાપી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત માટે આવ્યા હતા. દરમિયાન તેઓ આદિવાસી ભોજન લઈ તૃપ્ત થયા હતા.
ADVERTISEMENT
ગુજરાત HCની કડકાઈઃ ‘લોકોને સારા નાગરિકની ટ્રાફિકમાં વર્તણૂક કેવી હોય તેનું ભાન કરાવો’
ભોજનમાં શું શું જમ્યા CM
તેમણે બપોરે પોતાના કામો પુરા કર્યા પછી બપોરનું ભોજન સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા આદિજાતિના મહિલા લાભાર્થી સોનલબેન પવારના ત્યાં ભોજન લીધું હતું. લોકો સાથે નીચે બેસીને મુખ્યમંત્રીએ ભોજન લીધુ હતું. દરમિયાન તેમણે ભોજનની પ્રશંસા પણ કરી હતી. તેમણે ફરી જમવા આવવું પડશે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો. અહીં આદિજાતી ભોજન થાળીમાં મિલેટ્સની વાનગી પિરસાઇ હતી. મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી. ફરી જમવા આવવાનું પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ભોજનમાં નાગલીનો રોટલો, ચોખાના બાફેલા રોટલા, જુવારનો રોટલો, દેશી કંકોડાનું શાક, દેશી તુવેરની દાળ, અડદની છોડાવાળી દાળ અને તાપી જિલ્લાના પ્રખ્યાત દેશી લાલ ચોખાનો ભાત, નાગલીનાં પાપડ, છાશ અને શેકેલા લીલા મરચાં આરોગ્યા હતા.
ADVERTISEMENT