ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે 4 મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકીય આગેવાનોના ગુજરાત પ્રવાસ સતત શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના મેદાનમાં આમ આદમી પાર્ટી ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આમ આદમી પાર્ટીએ પંજાબ રાજ્યમાં સરકાર બનાવ્યા બાદ તેમની નજર જાવે ગુજરાત પર છે ત્યારે હવે તે આજે ઉમેદવારોના નામ પણ જાહેર કરે તેવી સંભાવના છે.
ADVERTISEMENT
આપના પ્રોમિસ :
તા. 21 જુલાઇ
સુરતમાં અરવિંદ કેજરીવાલ કહ્યું હતું કે અમે ગુજરાતના લોકોને ગેરંટી આપીએ છીએ કે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપીશું. તેમણે કહ્યું હતું કે વીજળીની ગેરંટીમાં ત્રણ વાત છે. અમે જે પણ ગેરંટી આપીએ છીએ તે પૂરી કરીએ છીએ. અમે કામ કર્યા છે અને વચન પૂરા કરવા એ અમારી દાનત છે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેના ત્રણ મહિનામાં ગુજરાતના દરેક ઘરમાં 300 યુનિટ ફ્રી વીજળી આપીશું. જો દિલ્હી અને પંજાબમાં મળી શકે તો અહીં પણ મળી જ શકે. બીજી ગેરંટી એ છે કે ગુજરાતમાં તમામ જગ્યાએ 24 કલાક વીજળી મળશે. કોઈ પણ વિસ્તારમાં પાવર કટ નહીં આવે પછી એ શહેર હોય કે ગામડું. અમે એવી સિસ્ટમ તૈયાર કરીશું કોઈને ખોટું બિલ ન આવે. પંજાબ અને દિલ્હીમાં અમને ઘણા એવા લોકો મળ્યા હતા જેમને ખોટું બિલ મોકલવામાં આવતું હતું. તેમણે ત્રીજુ ચૂંટણી વચન એ પણ આપ્યું કે 31 ડિસેમ્બર પહેલાં બાકી રહેતાં તમામ બિલોને પણ અમે સરકારમાં આવીશું તો માફ કરી દઈશું.
તા.1 ઓગસ્ટ
કેજરીવાલે કહ્યું, હું 5 ગેરંટી આપું છું. 5 વર્ષમાં દરેક બેરોજગાર યુવાનોને રોજગાર આપશે. છેલ્લા 5 વર્ષમાં 12 લાખ બાળકોને રોજગાર આપવામાં આવ્યો છે. હું રોજગાર આપવા માંગુ છું. 5 વર્ષમાં 20 લાખ લોકોને રોજગાર આપીશ. ગુજરાતમાં સરકાર બનશે તો દરેક બેરોજગારોને રોજગારી આપીશું. જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી દરેક બેરોજગાર વ્યક્તિને 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું મળશે. ત્રીજું, 10 લાખ સરકારી નોકરીઓ દૂર કરવામાં આવશે.તેના માટે મેં તમામ પ્લાનિંગ કર્યું છે. ચોથું, ગુજરાતમાં તમામ પેપર લીક થાય છે, જેના કારણે બાળકો ખૂબ પરેશાન છે. અમે આ માટે કાયદો લાવીશું. જે લોકો આની પાછળ છે તેમને સખત સજા મળશે. 5મી બાબત સહકારી ક્ષેત્રે નોકરીઓને પારદર્શક બનાવશે. નોકરીમાં ગોટાળા અને ભલામણની પ્રથા ખતમ કરશે. આમ કેજરીવાલે જનતાને પોતાની તરફ કરવા માટે વિવિધ પાસા ફેકયા છે. હવે સૂત્ર પાસેથી વિગત માંલઈ રહી છે કે આજે આમ આદમી પાર્ટી પોતના 20 જેટલા ઉમેદવારની યાદી જાહેર કરશે.
ADVERTISEMENT