વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવામાં તમામ પાર્ટીઓ પુરજોશમાં મતદાતાઓને રીઝવવામાં લાગી ગઈ છે. ત્યારે હવે બે મહિના બાદ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ વાતની જાણકારી ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આપી છે. આ સાથે જ તેમણે તમામ કાર્યકરોને ચૂંટણીના પ્રચારમાં લાગી જવા માટે હાંકલ કરી હતી.
ADVERTISEMENT
2 મહિનામાં ચૂંટણીની તારીખ જાહેર થઈ જશે
આજે રવિવારે સી.આર પાટીલ વડોદરાના સાવલી ખાતે તાલુકા પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવા પહોંચ્યા હત્યા. જ્યાં ભાજપના કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, આચાર સંહિતા લાગુ થવામાં હવે માત્ર 60 દિવસ બાકી છે. 60 દિવસ બાદ ચૂંટણી જાહેર થઈ શકે છે. સાવલી વિધાનસભા બેઠક ભાજપની સુરક્ષિત બેઠક છે. આપણે કલાક-કલાકનું કામ કરતા હોય ત્યારે બે કલાક કોઈ જગ્યાએ અપાય? આ સાથે તેમણે તમામ કાર્યકરોને ભાજપના પ્રચારમાં લાગી જવા માટે પણ કહ્યું હતું.
ચૂંટણી પહેલા જ ભાજપમાં મોટા ફેરફાર
સી.આર પાટીલના આ નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, 2 મહિના બાદ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે ચૂંટણી યોજાવાના થોડા મહિના અગાઉ જ ભાજપે ગઈકાલે સરકારમાંથી 2 મંત્રીઓના ખાતા પાછા લઈ લેતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. બીજી તરફ આજે ભાજપે પોતાની કોર કમિટીમાં ફેરફાર કર્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની એન્ટ્રી થઈ છે. આ ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત બોઘરા, આર.સી ફળદુ તથા ભારતીબેન શિયાળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT