સી.આર.પાટીલે ફ્રી રેવડી મુદ્દે AAPની ઝાટકણી કાઢી, જાણો મજબૂત વિપક્ષ અંગે શું કહ્યું?

પાર્થ વ્યાસ/ અમદાવાદઃ GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં ભાજપના સી.આર.પાટીલે નવી હરોળ અને જૂની હરોળના નેતા વચ્ચે સંકલન…

gujarattak
follow google news

પાર્થ વ્યાસ/ અમદાવાદઃ GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં ભાજપના સી.આર.પાટીલે નવી હરોળ અને જૂની હરોળના નેતા વચ્ચે સંકલન કરવા મુદ્દે જણાવ્યું હતું. સી.આર.પાટીલે જણાવ્યું કે ભાજપની જે કાર્યપદ્ધિતિ છે એમાં આ પ્રશ્ન ક્યારેય નથી આવતો. અમે કામની વહેંચણી ઘણી સારી રીતે કરીએ છીએ. કેટલાક કામો અમે સિનિયર નેતાને સોંપી દઈએ છીએ જ્યારે જુનિયર નેતાને પણ અલગ કામ આપતા હોઈએ છીએ. વળી સિનિયર નેતાને યોગ્ય પદ આપી દેતા હોવાથી સંકલન જળવાઈ રહે છે. 2022ની ચૂંટણીમાં પણ ભૂપેન્દ્ર પટેલ જ અમારા મુખ્યમંત્રીનો ચહેરો છે, તેઓ રિપીટ થશે.

મહાઠગ તરીકે સંબોધન આપો છો એ પાર્ટી વિશે તમે શું કહેશો..
AAP પર આડકતરો વાર કરતા સી આર પાટીલે કહ્યું હુ મારા સામે જે પણ પડકારો આવે તેનો સામનો કરવા માટે સક્ષમ છું. કેટલાક કાર્યકરો અમારા સંગઠનથી ડરી ગયા છે, તેથી જ તેઓ નિશાન સાધતા રહે છે. વધુમાં સી.આર.પાટીલે કહ્યું કે દિલ્હીમાં સરકાર બનાવતા પહેલા કેટલાક નેતાએ આંદોલન દરમિયાન કહ્યું હતું કે હું મોટા બંગલા નહીં લઉ, જાહેર સુવિધાનો ઉપયોગ કરીશ પરંતુ થોડા સમયમાં તો તેમણે આનાથી વધુ સુવિધાઓ વાપરવાની શરૂ કરી દીધી હતી.

રેવડી મફત આપવા મુદ્દે પાટીલે AAPની ઝાટકણી કાઢી
અલગ-અલગ દેશોને મફત રેવડી આપવાથી જે સ્થિતિ થઈ છે એ અંગે આપણે બધા જાણીએ છીએ. આવું કરવાથી દેશને નુકસાન ન થાય એની હું ખાસ કાળજી રાખીશ અને ગુજરાતને ક્યારેય હાનિ ના પહોંચે એ જોઈશ.

પંજાબમાં કોંગ્રેસ નબળી પડી અને ખોટા નિર્ણયો લીધા એટલે હારી ગઈ છે. લોકો રેવડીથી કંઈ આકર્ષાતા નથી, તેમને સલામતી જોઈએ છે, સુવિધા જોઈએ છે તેમને સાચ્ચો વિકાસ જોઈએ છે. લોકોની ઈચ્છાશક્તિ મળી જાય એવું ક્યારેય ન કરવું જોઈએ.

કોંગ્રેસને ચિંતા થવી જોઈએ- સી.આર.પાટીલ
કેટલાક નિર્ણયો પોલિટિકલ હોય છે અને જે લોકો કોંગ્રેસ છોડીને આવે છે એની ચિંતા કોંગ્રેસે કરવી જોઈએ. ભાજપના દિગ્ગજ આગેવાનો ક્યારેય અમારી પાર્ટી ક્યારેય છોડતા નથી. જે લોકો અહીં જોડાયા છે એ તમામ કાર્યકર્તાઓને વિકાસના કાર્યોમાં રસ છે.

મજબૂત વિપક્ષ કોણ છે?
આખા ગુજરાતની અંદર નજીકના ભૂતકાળમાં જોઈએ અને વર્તમાન છે એના આધારે જો અમે કોઈને પડકારરૂપ જોતા હોઈએ તો એ કોંગ્રેસ છે. પરંતુ અત્યારે કોંગ્રેસ પાર્ટીને પણ હવે ઘણો મોટો ફટકો પડ્યો છે અને ઘણી પાછળ છે.

    follow whatsapp