BREAKING: ‘INDIA’ ગઠબંધન તૂટી ગયું? મમતા બેનર્જીએ બંગાળમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી

INDIA Alliance: લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ગઠબંધન ‘INDIA’ને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ ‘એકલા…

gujarattak
follow google news

INDIA Alliance: લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ગઠબંધન ‘INDIA’ને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ ‘એકલા ચલો’નો નારો આપ્યો છે. મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે TMC લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. મમતાની આ જાહેરાત સાથે જ વિપક્ષ INDIA ગઠબંધનની તસવીર અને ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.

કોંગ્રેસથી નારાજ મમતા બેનર્જી?

મમતા બેનર્જીએ આ જાહેરાત કરી ત્યારે ઉપેક્ષાની પીડા અને કડવાશ પણ દેખાઈ રહી હતી. તેમણે કહ્યું કે, મેં જે પણ સૂચનો આપ્યાં હતાં, તે બધા ફગાવી દેવામાં આવ્યાં હતાં. આ બધા પછી અમે બંગાળ એકલા જવાનું નક્કી કર્યું. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે એમ પણ કહ્યું કે, તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે જવાના છે, આ અંગેની માહિતી તેમને શિષ્ટાચારના નાતે પણ આપવામાં આવી નથી. મમતા બેનર્જીએ કહ્યું કે, આ બધાને લઈને અમારી સાથે કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી. આ સંપૂર્ણપણે ખોટું છે.

INDIA એલાયન્સને મોટો ઝટકો

નોંધનીય છે કે લોકસભા ચૂંટણી માટે 28 વિપક્ષી દળો INDIA એલાયન્સના બેનર હેઠળ એક મંચ પર એકઠા થયા હતા. વિપક્ષ એકજૂથ થઈને બીજેપીના નેતૃત્વ હેઠળના NDAને હરાવવા અને તેને ચૂંટણીલક્ષી પડકાર આપવાનું આયોજન કરી રહ્યું હતું, પરંતુ હવે મમતાએ બંગાળમાં વિપક્ષી ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે.

    follow whatsapp