સુરતમાં સેનેટની ચૂંટણીની મતગણતરીમાં ધમાલ, ABVP-AAPની વિદ્યાર્થી પાંખ વચ્ચે મારામારી

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજે સેનેટની ચૂંટણીના મતગણતરી દરમિયાન ABVP અને AAPની વિદ્યાર્થી વિંગના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં આપના કાર્યકરને માથાના…

gujarattak
follow google news

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજે સેનેટની ચૂંટણીના મતગણતરી દરમિયાન ABVP અને AAPની વિદ્યાર્થી વિંગના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં આપના કાર્યકરને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ઘટનાને લઈને આપના CYSSના કાર્યકરોએ પોલીસ પણ ABVPનો સાથ આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

મતગણતરીના આખરી આંકડો ન અપાતા બબાલ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીની મતગણતરી દરમિયાન વાતાવરણ ઉગ્ર બન્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન આપ અને ABVPના કાર્યકરો વચ્ચે માથાકૂટ હતી. જેમાં બંને પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી, જેમાં CYSSના કાર્યકરને માથાના ભાગે ઈજા પહોંચી હતી. દરેક ફેકલ્ટીમાં કુલ કેટલા મત પડ્યા તેનો આખરી આંકડો ઉમેદવારોને આપવામાં ન આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અગાઉ બોગસ મતદાનને લઈને થઈ હતી ધમાલ
નોંધનીય છે કે, બે દિવસ અગાઉ જ ધારૂકા કોલેજ ખાતે ચૂંટણીમાં મતદાન દરમિયાન હોબાળો થયો હતો. કોલેજમાં બોગસ મતદાન થતું હોવાની ચર્ચાને લઈને આપના સમર્થકની ટીમ પણ ત્યાં પહોંચતા ABVPના કાર્યકરો સાથે પોલીસની હાજરીમાં જ રીતસર છુટ્ટા હાથની મારામારી બંને પક્ષોમાં થઈ હતી. કોલેજના કેમ્પસમાં જ મારામારી થતા વાતાવરણ થોડા સમય માટે ઉગ્ર બની ગયું હતું. જ્યારે પોલીસે અહીં પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ફરી આજે આ પ્રકારની ઘટના બની હતી.

(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)

    follow whatsapp