અમદાવાદ: ગુજરાતમાં રાજકીય માહોલ સતત ગરમ છે. રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો જેમાં મોઢેરા સ્ટેડિયમના નામ મામલે રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, જો તે સત્તામાં આવશે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ કરી દેશે. ત્યારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા બાબતે ભાજપના પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, 1956માં દેશના વડાપ્રધાન માટે વોટીંગ કરવામાં આવ્યું હતું ત્યારે પણ જવાહરલાલ નહેરૂને શૂન્ય મત મળેલ હોવા છતાં અને સરદાર વલ્લભભાઇ પટેલને પૂર્ણ બહુમતી હોવા છતાં વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂને બનાવી સરદાર સાહેબનું અને ગુજરાતનું અપમાન કર્યું હતું.
ADVERTISEMENT
જવાહરલાલ નહેરૂને વડાપ્રધાન બનાવી ગુજરાતનું અપમાન કર્યું હતું
ભાજપના પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસુદન મિસ્ત્રી એ આજે દેશના વડાપ્રધાન મોદી ઉપર જે શબ્દ પ્રયોગ કર્યો છે તેની ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે આ કોઇ નવી વાત નથી. કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં પણ ભારતની ગરીમા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપર ઔકાત અને મોતના સોદાગર જેવા શબ્દો વાપરીને અપમાન કર્યું છે. 1956માં દેશના વડાપ્રધાન માટે વોટીંગ કરવામાં આવ્યું હતું ત્યારે પણ જવાહરલાલ નહેરૂને શૂન્ય મત મળેલ હોવા છતાં અને સરદાર વલ્લભભાઇ પટેલને પૂર્ણ બહુમતી હોવા છતાં વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂને બનાવી સરદાર સાહેબનું અને ગુજરાતનું અપમાન કર્યું હતું.
કોંગ્રેસ વારંવાર ઝેર ઓકે છે
કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ દ્વારા સંવૈધાનિક પદો પર બેઠેલા મહિલાઓ સહિતના વ્યક્તિઓનું અપમાન કરવાનું ચૂકતી નથી. આમ કોંગ્રેસ ભાજપ અને ગુજરાત પ્રત્યે વારંવાર જે ઝહેર ઓકે છે તેને ગુજરાતની જનતા જોઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિકાસની જે અવિરત યાત્રા કરી રહી છે તેને અવિરત ચાલુ રાખવા માટે ગુજરાતની જનતા વર્ષ 2022માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉપર પોતાની મહોર મારી પૂર્ણ બહુમતી વાળી સરકારના નિર્માણમાં પોતાનો પક્ષ રાખવાની છે.
લોહપુરૂષને સન્માન આપવાનું કાર્ય ભાજપે કર્યું
કોંગ્રેસ દ્વારા આયોજીત ભારત જોડો યાત્રા તેમના જ નેતાઓના સ્થાન ઉપર પહોંચી શકતી નથી જ્યારે અમે તો દેશના લોહપુરૂષ સરદાર સાહેબની સૌથી ઉચી પ્રતિમાને તેમના જ ગૃહ રાજ્યમાં પ્રસ્થાપિત કરી સન્માન આપવાનું કામ કર્યું છે. અમે માત્ર ગુજરાતમાં જ વિકાસની વાત કરતાં નથી પરંતુ દેશમાં ગુજરાત મોડેલને પ્રસ્થાપિત કરી દેશને વિશ્વ ફલક ઉપર બેસાડી દીધું છે. ગુજરાતમાં આજે ત્રીજો પક્ષ મેદાનમાં આવ્યો છે તેમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરવા મેદાનમાં આવી છે રાજ્યમાં વિકાસની અવિરત યાત્રા ચાલુ રહે તે માટે સરકાર તો ભારતીય જનતા પાર્ટી જ બનાવવા જઇ રહી છે.
ADVERTISEMENT