BJPના જ બળવાખોરોએ પાર્ટીને આ બેઠક પર હરાવ્યું? ચૂંટણી પરિણામના બીજા જ દિવસે 6 હોદ્દેદારો સસ્પેન્ડ

મહીસાગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીત્યું છે. પાર્ટીએ ઐતિહાસિક 156 બેઠકો મેળવીને સતત સાતમી વખત સરકાર બનાવી રહી છે. જોકે ભાજપને જંગી…

gujarattak
follow google news

મહીસાગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીત્યું છે. પાર્ટીએ ઐતિહાસિક 156 બેઠકો મેળવીને સતત સાતમી વખત સરકાર બનાવી રહી છે. જોકે ભાજપને જંગી લીડથી જીત્યા બાદ પક્ષ વિરોધી ગતિવિધિ કરનારા બળવાખોરો પર લાલ આંખ કરતા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

જીત બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ પર લાલ આંખ
ભાજપને ગુજરાતમાં 156 સીટ મળવા છતાં મહિસાગરમાં હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં પાર્ટીએ જીત બાદ પણ એક્શનમાં આવીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 6 જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે. ચૂંટણીના પરિણામના આવ્યાના બીજા જ દિવસે પાર્ટીએ એક્શનમાં આવીને કાર્યવાહી કરતા રાજકારણ ગરમાયું હતું. અત્યાર સુધીમાં લુણાવાડામાંથી જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા ભાજપના 50થી વધુ કાર્યકરો અને આગેવાનોને સસ્પેન્ડ કરી ચૂકાયા છે. ત્યારે સવાલ એ થાય છે કે લુણાવાડાની બેઠક ભાજપ શું પોતાના જ કાર્યકરોની બળવાખોરીને હાર્યું?

લુણાવાડા બેઠક પર ભાજપની હાર
મહિસાગર જિલ્લાની 3 બેઠકો પૈકી બે પર ભાજપનો વિજય થયો છે, જ્યારે એક બેઠક કોંગ્રેસને મળી છે. ભાજપે આ પહેલા અપક્ષથી ઉમેદવારી નોંધાવનારા ભાજપના જ પૂર્વ નેતાઓ તથા તેમનો સાથ આપનારા કાર્યકરોને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. બીજી તરફ સી.આર પાટીલે પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પાર્ટી શિસ્તભંગ જરા પણ ચલાવી નહીં લે. આવા નેતાઓને સસ્પેન્ડ તો કરવામાં આવ્યા જ છે સાથે ફરીથી પાર્ટીમાં નહીં લેવામાં આવે તેમ પણ પાટીલે સ્પષ્ટ કહી દીધું હતું.

    follow whatsapp