અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. રાજ્યમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ પ્રવાસ ખેડી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ નોકરીની ગેરેન્ટી આપી હતી ત્યારે આ મામલે રાજકારણ ગરમાયું છે. BJP ના મુખ્ય પ્રવક્તા યગ્નેશ દવેએ RTIમાં મળેલી માહિતીની ટ્વિટ કરી અને કેજરીવાલની ગેરેન્ટી પર સવાલ કર્યા છે.
ADVERTISEMENT
કેજરીવાલ પર સાધ્યું નિશાન
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. કેજરીવાલ ગુજરાતમાં સરકાર બનાવવા માટે એડી ચોંટીનું જોર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ એક બાદ એક ગેરેન્ટી આપી રહ્યા છે. જેમાં યુવાઓને રોજગાર મામલે કેજરીવાલે 10 લાખ નોકરીની વાત કરી હતી. 7 વર્ષેથી કેજરીવાલ ખોટું બોલિઉઈ રહ્યા છે. ત્યારે આ મામલે ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ ટ્વિટ કરી અને કેજરીવાલ પર સવાલ કર્યા છે. તેમણે ટ્વિટમાં એક આર ટી આઇનો ફોટો શેર કર્યો છે જેમાં કેજરીવાલે છેલ્લા 7 વર્ષમાં આપેલ નોકરીઓનો ખુલાસો કર્યો છે.
7 વર્ષમાં 3246 નોકરી
આ ટ્વિટમાં કેજરીવાલે છેલ્લા 7 વર્ષમાં અલગ અલગ કેટેગરીમાં 3246 જગ્યા પર નોકરી આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં તેમણે 10 લાખ યુવાનોને નોકરી આપશે ટીવી જાહેરાત કરી છે. આ ઉપરાંત ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કહ્યું છે કે જો દિલ્હીમાં 12 લાખ લોકોને નોકરી આપવામાં આવી છે તો તેમનું લિસ્ટ જાહેર કરો.
ADVERTISEMENT