Modi ka Parivar: PM નરેન્દ્ર મોદીએ તેલંગાણાથી RJD ચીફ લાલુ પ્રસાદ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, તેમણે મારા પરિવારને લઈને મને નિશાન બનાવ્યો. પરંતુ, હવે આખો દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું. પીએમ મોદીના નારા બાદ તરત જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રોફાઈલ નામ બદલી નાખ્યા.
ADVERTISEMENT
લાલુ યાદવે PMને શું કહ્યું હતું?
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે રવિવારે પટનાના ગાંધી મેદાનમાં આયોજિત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, "મોદી શું છે? મોદી કોઈ વસ્તુ નથી. મોદી પાસે પરિવાર પણ નથી. અરે ભાઈ, તમે મને કહો કે તમારા પરિવારમાં કોઈ સંતાનો કેમ નથી થયા. ઘણા સંતાનો થનારા લોકોને કહે છે કે પરિવારવાર છે, પરિવાર માટે લડી રહ્યા છે."
આ પણ વાંચો: દિલ્હીથી ફોન આવ્યો અને અંબરીશ ડેર ના ન કહી શક્યા! અંબરીશ ડેરની BJPમાં જોડાવાની ઈનસાઈડ સ્ટોરી
ભાજપ નેતાઓનો લાલુ યાદવને જવાબ
લાલુ યાદવે પીએમ મોદીના પરિવાર પર આ રીતે ટિપ્પણી કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ લાલુ યાદવને પોતાની સ્ટાઈલમાં જડબાતોડ જવાબ આપ્યો છે અને નવો નારો લગાવ્યો છે. આ સંદર્ભે, હવે મોદી સરકારના મંત્રીઓ એકદમ સક્રિય થઈ ગયા છે અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના પ્રોફાઇલ નામમાં 'મોદીનો પરિવાર' ઉમેરી રહ્યા છે.
PMએ કહ્યું, 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "મારું જીવન એક ખુલ્લી કિતાબ છે. મેં બાળપણમાં એક સપનું લઈને ઘર છોડ્યું હતું કે હું મારા દેશવાસીઓ માટે જીવીશ. મારી દરેક ક્ષણ ફક્ત તમારા માટે જ હશે. મારું કોઈ અંગત સ્વપ્ન નહીં હોય. તમારું સ્વપ્ન મારો સંકલ્પ હશે." તમારા સપના પૂરા કરવા માટે હું મારું જીવન વિતાવીશ. દેશના કરોડો લોકો મને પોતાનો માને છે. તેઓ મને તેમના પરિવારનો સભ્ય માને છે. 140 કરોડ દેશવાસીઓ, આ મારો પરિવાર છે."
આ પણ વાંચો: ISRO ચીફ એસ સોમનાથને કેન્સર, કહ્યું- Aditya-L1ના લોન્ચિંગના દિવસે જ ખબર પડી
તમારા માટે લડતો રહીશઃ પીએમ મોદી
PMએ તેલંગાણામાં કહ્યું, આ યુવાનો મારો પરિવાર છે. દેશની કરોડો દીકરીઓ, માતાઓ અને બહેનો મોદીનો પરિવાર છે. દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે, બાળકો-વૃદ્ધ મોદીનો પરિવાર છે. જેમનું કોઈ નથી, તેઓ પણ મોદીના છે અને મોદી પણ તેમના છે. મારું ભારત મારો પરિવાર છે. હું તમારા માટે જીવું છું અને લડી રહ્યો છું.
ADVERTISEMENT