અમદાવાદ: ગુજરાત વિધાનસભ્યની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં તોડ જોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ત્યારે રાજકીય ગમાવા વચ્ચે આજે ભાજપે પોતાના નેતાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. પૂર્વ મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જણાવાયેલા કારણ પ્રમાણે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કિશનસિંહ સોલંકીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
શું હતી પોસ્ટ
કિશનસિંહ સોલંકીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે ભગવંત માને તેમને કરેલી જન્મદિનની શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે બીજો એક ફોટો bjp media cell પર પણ શેર કરવામાં આવ્યો હતો.
ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકી BJP Media Cell નામન સોશિયલ મીડિયા પર ભગવંત માન સાથેનો ફોટો શેર કર્યો છે. આ મામલે તેમણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને રાજનીતિમાં એકબાદ એક ભૂંકપ આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ભાજપના નેતાએ જન્મદિવસની શુભકામના પાઠવી અને સી.આર.પાટીલે મોટી કાર્યવાહી કરી છે. CR પાટીલના આદેશ બાદ ભાજપ નેતા કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે કિશનસિંહ સોલંકીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં AAPના ભગવંત માન સાથે તેઓએ ફોટો મૂક્યો હતો.
ADVERTISEMENT